________________
વિચિત્રતાગર્ભ અધ્યવસાય
જે અધ્યવસાયમાં અનેક કાર્ય કરવાની વિચિત્રશક્તિ રહેલી છે. તે વિચિત્રતાગર્ભ અધ્યવસાય કહેવાય છે.
જેમ ગાય એક જાતનું ઘાસ ખાય છે. તે ઘાસ ગાયની પાચનશક્તિથી લોહીમાંસાદિ સાતધાતુ અને દૂધરૂપે પરિણમે છે. તેમ જીવ એક જ જાતના કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે. તે કાર્મણસ્કંધો જીવના વિચિત્રતાગર્ભ અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિ-૮ કર્મરૂપે પરિણમે છે.
જો અધ્યવસાયમાં અનેક કાર્ય કરવાની વિચિત્રશક્તિ ન હોય, તો એક જ અધ્યવસાયથી ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધોમાં એક જ સરખો સ્વભાવ પ્રગટ થવો જોઇએ. પરંતુ એવું બનતું નથી એ અનુભવસિદ્ધ છે. કારણ કે પ્રતિસમયે જીવ દ્વારા ગ્રહણ કરાતા કાર્મણસ્કંધોમાં જ્ઞાનાવરણીયાદિ જુદા જુદા સ્વભાવોનું પ્રગટ થવું, તે કર્મદલિકમાં ઓછી-વધતી સ્થિતિ અને ઓછો-વધતો રસ ઉત્પન્ન થવો વગેરે અનેક કાર્યો થાય છે. તેનું કારણ અધ્યવસાયમાં રહેલી વિચિત્રશક્તિ છે. તેથી તે અધ્યવસાયને વિચિત્રતાગર્ભ અધ્યવસાય કહ્યો છે. એ અધ્યવસાયથી ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આઠ-સાતાદિ વિભાગમાં વહેંચાઈ જાય છે. મૂળકર્મના ૮-૭-૬-૧ વિભાગ -
જે સમયે જેટલા કર્મો બંધાય છે. તે સમયે જીવદ્વારા ગ્રહણ કરાતાં કાર્મણજીંધો તેટલા વિભાગમાં વહેંચાઈ જાય છે. * ૩જા વિના ૧ થી ૭ ગુણઠાણા સુધી જીવ દ્વારા ગ્રહણ કરાતાં કાર્યણસ્કંધો
આયુષ્યબંધકાલે ૮ વિભાગમાં વહેંચાઈ જાય છે અને આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે ૭ વિભાગમાં વહેંચાઈ જાય છે. ૩.
૮૯ ગુણઠાણે આયુષ્ય બંધાતુ ન હોવાથી જીવદ્વારા ગ્રહણ કરાતા કાર્મણસ્કંધો ૭ વિભાગમાં વહેંચાઈ જાય છે. * ૧૦માં ગુણઠાણે મોહનીય અને આયુષ્ય બંધાતું નથી. તેથી તે ગુણઠાણે જીવ દ્વારા ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો વિભાગમાં વહેંચાઈ જાય છે.