________________
ક ૧૧થી૧૩ ગુણઠાણે જીવદ્વારાગ્રહણ કરાતાં કાર્મણકંધો એક જ
વેદનીયકર્મરૂપે પરિણમે છે. મૂળકર્મોમાં પ્રદેશની વહેંચણી -
સામાન્ય નિયમ:- પ્રતિસમયે જીવદ્વારા ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધોમાંથી સૌથી વધુ કાર્મણસ્કંધો વેદનીયરૂપે પરિણમે છે. બાકીના કાર્મણસ્કંધોમાં જે કર્મની સ્થિતિ નાની હોય, તેને નાનો ભાગ મળે છે અને જે કર્મની સ્થિતિ મોટી હોય, તેને મોટો ભાગ મળે છે. એ નિયમાનુસારે............ * સૌથી ઓછા કર્મદલિકો આયુષ્યકર્મરૂપે પરિણમે છે. કારણ કે
આયુષ્યકર્મની સ્થિતિ ૩૩ સાગરોપમ બંધાય છે. * તેનાથી વિશેષાધિક કર્મદલિકો નામ-ગોત્રરૂપે પરિણમે છે. કારણ કે તે
બન્ને કર્મની સ્થિતિ ૨૦કોઇકો સાવ બંધાય છે અને તે બન્ને કર્મની સ્થિતિ સરખી હોવાથી તે બન્નેને પરસ્પર સરખો ભાગ મળે છે. કે તેનાથી વિશેષાધિક કર્મદલિકો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાયરૂપે પરિણમે છે. કારણ કે તે ત્રણે કર્મની સ્થિતિ ૩૦કો)કોસા) બંધાય છે અને તે ત્રણે કર્મની સ્થિતિ સમાન હોવાથી તે ત્રણેને પરસ્પર સરખો ભાગ મળે છે. * તેનાથી વિશેષાધિક કર્મદલિકો મોહનીયરૂપે પરિણમે છે. કારણ કે
મોહનીયની સ્થિતિ ૭૦કોકોસા) છે. કે તેનાથી વિશેષાધિક કર્મદલિકો વેદનીયરૂપે પરિણમે છે. કારણ કે જેમ
ઝેર થોડું હોય તો પણ મરણાદિ કાર્યને કરી શકે છે. અને માટીના ઢેફા ઘણા હોય, તો મરણાદિકાર્યને કરી શકે છે. તેમ વેદનીયરૂપે પરિણમેલા કર્મદલિકો ઘણા હોય, તો જ તે કર્મો પોતાનું સુખ-દુઃખરૂપ કાર્યનો સ્પષ્ટ અનુભવ કરાવી શકે છે અને બાકીના કર્મોમાં પુદ્ગલો થોડા હોય, તો પણ તે પોતપોતાનું કાર્ય કરી શકે છે. એટલે બાકીના કર્મોથી વેદનીયને સૌથી મોટો ભાગ મળે છે.
શંકા - આયુષ્યથી નામ-ગોત્રની સ્થિતિ સંખ્યાતગુણી છે. તેથી આયુષ્ય કરતાં નામ-ગોત્રને સંખ્યાતગુણા કર્મદલિકો કેમ ન મળે?
૧૮