________________
(૧૩) આનુપૂર્વીનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ૪ આનુપૂર્વીમાંથી જે આનુપૂર્વી બંધાતી હોય, તે આનુપૂર્વારૂપે પરિણમે છે.
(૧૪) વિહાયોગતિનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે શુભવિહાયોગતિ કે અશુભવિહાયોગતિમાંથી જે વિહાયોગતિ બંધાતી હોય, તે વિહાયોગતિ રૂપે પરિણમે છે.
અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાતનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે તે પ્રકૃતિ રૂપે પરિણમે છે અને બાકીની જિનનામાદિ-પ્રકૃતિમાંથી જે સમયે જે પ્રકૃતિ બંધાતી હોય, તે સમયે તે પ્રકૃતિના ભાગમાં આવેલા દલિતો તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે.
ત્રણ-સ્થાવરમાંથી જે સમયે જે પ્રકૃતિ બંધાતી હોય, તે સમયે તે પ્રકૃતિના ભાગમાં આવેલા બધા જ દલિકો તે પ્રકૃતિરૂપે પરિણમે છે. એ જ રીતે બાદર-સૂક્ષ્માદિનામકર્મમાં સમજવું.
(૭) ગોત્રકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ઉચ્ચગોત્ર અને નીચગોત્રમાંથી જે ગોત્ર બંધાતું હોય, તે ગોત્રરૂપે પરિણમે છે.
(૮) અંતરાયકર્મના ભાગમાં આવેલા દલિકોના પાંચભાગ થઈને દાનાંતરાયાદિ-પ પ્રકૃતિરૂપે પરિણમે છે.
કોઇપણ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી અથવા અબંધ થયા પછી તે કર્મપ્રકૃતિનો ભાગ બંધાતી સજાતીય પ્રકૃતિને મળે છે અને જ્યારે બધી સજાતીય પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. ત્યારપછી તે કર્મપ્રકૃતિનો ભાગ બંધાતી સ્વવિજાતીય પ્રકૃતિને મળે છે અને મૂલકર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી તે મૂલકર્મનો ભાગ બંધાતી સર્વમૂલકર્મપ્રકૃતિને મળે છે. દાત) બીજાગુણઠાણાના અંતે થીણદ્વિત્રિકનો બંધવિચ્છેદ થયા પછી ત્રીજાગુણઠાણાથી થીણદ્વિત્રિકનો ભાગ તેની સજાતીય નિદ્રાદ્ધિકને મળે છે અને તેમાં ગુણઠાણાના પહેલાભાગના અંતે નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ થયા પછી તેનો ભાગ પોતાની વિજાતીય ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ને મળે છે અને ૧૦માં ગુણઠાણાના અંતે મૂલદર્શનાવરણીયકર્મનો બંધવિચ્છેદ થયા પછી તેનો ભાગ શાતાવેદનીયને મળે છે.
P૨૮૧