________________
એ જ રીતે, મિથ્યાત્વનો બંધવિચ્છેદ થયા પછી તેનો ભાગ પોતાની વિજાતીય ક્રોધાદિને મળે છે અને ૯મા ગુણઠાણાના અંતે મોહનીયનો બંધવિચ્છેદ થયા પછી તેનો ભાગ જ્ઞાનાવરણીયાદિ-૬ને મળે છે. V
ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વ :
ઉત્કૃષ્ટયોગવાળો જીવ વધુમાં વધુ કાર્યણસ્કંધોને ગ્રહણ કરે છે. અને મૂળકર્મો ઓછા બંધાતા હોય ત્યારે બાકીના બંધાતા મૂળકર્મોને વધુ દલિકો મળે છે અને પોતપોતાની ઉત્તરપ્રકૃતિમાંથી પણ જે ઉત્તરપ્રકૃતિનો બંધવિચ્છેદ કે અબંધ થાય છે તે ઉત્તરપ્રકૃતિના ભાગનું લિક બંધાતી સજાતીયને મળે છે. તે ન હોય, તો સ્વવિજાતીય ઉત્તરપ્રકૃતિને મળે છે. એ નિયમોને ધ્યાનમાં રાખીને કઇ પ્રકૃતિને કોનાથી વધારે કે ઓછો ભાગ મળે છે? એ જણાવવા માટે ગ્રન્થકારભગવંતે સ્વોપજ્ઞટીકામાં ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વ કહ્યું છે.
(૧) જ્ઞાનાવરણીયકર્મ :
કેવલજ્ઞાનાવરણીયને સૌથી ઓછા કર્મદલિકો મળે છે કારણ કે તે સર્વઘાતી છે. * તેનાથી મન:પર્યવજ્ઞાનાવરણીયને અનંતગુણ કર્મદલિકો મળે છે કારણ કે દેશઘાતીના ભાગમાં ઘણા અનંતાભાગ જેટલા દલિકો આવે છે.
* તેનાથી અવધિજ્ઞાનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી શ્રુતજ્ઞાનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી મતિજ્ઞાનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.
(૨) દર્શનાવરણીયકર્મ :
પ્રચલાને સૌથી ઓછા કર્મદલિકો મળે છે.
* તેનાથી નિદ્રાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.
* તેનાથી પ્રચલા-પ્રચલાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.
* તેનાથી નિદ્રા-નિદ્રાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.
* તેનાથી થીણદ્ધિને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.
૨૮૨