________________
| (૩) શરીરનામકર્મના ભાગમાં આવેલા દલિકોના ૩ કે ૪ ભાગ થાય છે. કારણ કે એકજીવ એકસમયે ૩ કે ૪ શરીરનામકર્મને બાંધે છે. એટલે શરીરનામકર્મના ભાગમાં આવેલા કર્મદલિકો તે સમયે બંધાતા-૩ કે ૪ શરીરરૂપે પરિણમે છે.
(૪) અંગોપાંગનામકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તેના ૧ કે ૨ ભાગ થાય છે. કારણ કે એકજીવ એકસમયે ૧ કે ૨ અંગોપાંગ નામકર્મને બાંધી શકે છે. તેથી અંગોપાંગનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે બંધાતા ૧ કે ૨ અંગોપાંગરૂપે પરિણમે છે.
(૫) બંધનનામકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તેના ૭ કે ૧૧ ભાગ થાય છે. કારણ કે એકજીવ એકસમયે ૩ શરીરનામકર્મને બાંધતી વખતે ૭ બંધનનામકર્મને અને ૪ શરીરનામકર્મને બાંધતી વખતે ૧૧ બંધનનામકર્મને બાંધે છે. તેથી બંધનનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે બંધાતા ૭ કે ૧૧ બંધનરૂપે પરિણમે છે.
(૬) શરીરનામકર્મની જેમ એકજીવ એકસમયે ૩ કે ૪ સંઘાતન નામકર્મને બાંધે છે. તેથી સંઘાતનનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે બંધાતા ૩ કે ૪ સંઘાતનરૂપે પરિણમે છે.
(૭) સંઘયણનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ૬ સંઘયણમાંથી જે સંઘયણ બંધાતું હોય, તે સંઘયણરૂપે પરિણમે છે.
(૮) સંસ્થાનનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ૬ સંસ્થાનમાંથી જે સંસ્થાન બંધાતું હોય, તે સંસ્થાનરૂપે પરિણમે છે.
(૯) વર્ણનામકર્મના ભાગમાં આવેલા દલિકોના-૫ ભાગ થઈને તે સમયે બંધાતા કૃષ્ણાદિ-૫ વર્ણરૂપે પરિણમે છે.
(૧૦) ગંધનામકર્મના ભાગમાં આવેલા દલિકોના બે ભાગ થઈને તે સમયે બંધાતા સુરભિગંધ અને દુરભિગંધરૂપે પરિણમે છે.
(૧૧) રસનામકર્મના ભાગમાં આવેલા દલિકોના પાંચભાગ થઈને તે સમયે બંધાતા મધુરાદિ-૫ વર્ણરૂપે પરિણમે છે.
(૧૨) સ્પર્શનામકર્મના ભાગમાં આવેલા દલિકોના આઠભાગ થઈને તે સમયે બંધાતા ગુરૂ-લઘુ વગેરે ૮ સ્પર્શરૂપે પરિણમે છે.
૨૮_