________________
निजजातिलब्धदलिकानन्तांशो भवति सर्वघातीनाम् । बध्यमानानां विभज्यते शेषं शेषाणाम् प्रतिसमयम् ॥८१॥
ગાથાર્થ :- પોતાની જાતીયપ્રકૃતિ [મૂળપ્રકૃતિ] એ પ્રાપ્ત કરેલાં કર્મદલિકનો અનંતમો ભાગ સર્વઘાતીપ્રકૃતિને મળે છે અને બાકી રહેલું કર્મદલિક પ્રતિસમયે બંધાતી બાકીની ઉત્તરપ્રકૃતિમાં વહેંચાઈ જાય છે.
૫૩
વિવેચન ઃ- જ્ઞાનાવરણીયકર્મની-૫ પ્રકૃતિમાંથી કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે. અને બાકીની-૪ દેશયાતી છે. તેથી જ્ઞાનાવરણીયના ભાગમાં જે કર્મદલિકો આવે છે. તેમાંથી તેના અનંતમાભાગ જેટલું સર્વઘાતી રસવાળુ દલિક કેવલજ્ઞાનાવરણીય રૂપે પરિણમે છે. બાકીના કર્મદલિકો-૪ વિભાગમાં વહેંચાઇને મતિજ્ઞાનાવરણીયાદિ-૪ પ્રકૃતિરૂપે પરિણમે છે.
સામાન્યનિયમઃ- ઘાતીકર્મમાં તથાસ્વભાવે જ સર્વઘાતીરસવાળા પુદ્ગલો અનંતમાભાગ જેટલા હોય છે. અને દેશઘાતીરસવાળા પુદ્ગલો ઘણા અનંતાભાગ જેટલા હોય છે. તેથી સર્વઘાતીરસવાળા અનંતમાભાગ જેટલા જ પુદ્ગલો સર્વઘાતીને મળે છે. અને બાકીના ઘણા અનંતાભાગ જેટલા પુદ્ગલો દેશઘાતીને મળે છે.
(૫૩) દેશઘાતી પ્રકૃતિમાં પણ પેજનં૦૨૦૭માં કહ્યા મુજબ ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક, તીવ્રદ્વિસ્થાનિક૨સસ્પર્ધકો સર્વઘાતી હોય છે. એટલે દેશઘાતીપ્રકૃતિના ભાગમાં પણ સર્વઘાતીરસસ્પÁકો આવે છે. તેથી જ્ઞાનાવરણીયના ભાગમાં જે સર્વઘાતીરસવાળા દલિકો આવે છે. તેના પાંચ ભાગ પડે છે. અને દેશઘાતીરસવાળા દલિકોના-૪ ભાગ પડે છે. દર્શનાવરણીયના ભાગમાં જે સર્વઘાતીરસવાળા દલિકો આવે છે. તેના-૯ ભાગ * પડે છે. અને દેશઘાતીરસવાળા દલિકોના-૩ ભાગ પડે છે.
મોહનીયમાં સર્વઘાતીરસવાળા દલિકોના-૨૨ ભાગ પડે છે અને દેશધાતીરસવાળા કર્મદલિકોના-૧૩ ભાગ પડે છે. અને અંતરાયમાં સર્વઘાતીરસવાળા દલિકોના-૫ ભાગ પડે છે અને દેશઘાતીરસવાળા દલિકોના પણ ૫ ભાગ પડે છે. પરંતુ દેશધાતી-પ્રકૃતિને ઘણા અનંતાભાગ જેટલા દેશઘાતીદલિકો મળતા હોવાથી તેની મુખ્યતા હોવાના કારણે સર્વધાતીદલિકોની અવિવક્ષા કરીને જ્ઞાનાવરણીયમાં સર્વઘાતીદલિકોનો-૧ ભાગ, દર્શનાવરણીયમાં સર્વઘાતીના-૬ ભાગ અને મોહનીયમાં સર્વઘાતીના-૧૩ ભાગ પડે છે. એમ કહેવામાં આવ્યું છે.
૨૭૫