________________
સમાધાન :- દરેક કર્મના ઉદયનું મૂળકારણ આયુષ્યકર્મ છે. આયુષ્યનો ઉદય હોય તો જ બાકીના સર્વે કર્મોનો ઉદય હોય છે. એટલે આયુષ્યકર્મ પ્રધાન હોવાથી તેને પોતાની સ્થિતિ અનુસારે જેટલા કર્મદલિકો મળવા જોઇએ તેનાથી ઘણા મળે છે. એટલે આયુષ્યરૂપે પરિણમેલા કર્મદલિકો નામ-ગોત્રથી થોડાક જ ઓછા હોય છે. તેથી આયુષ્યથી નામ-ગોત્રના ભાગમાં વિશેષાધિક જ દલિકો હોય છે. સંખ્યાતગુણા હોતા નથી.
શંકા :- જ્ઞાનાવરણીયાદિથી મોહનીયની સ્થિતિ સંખ્યાતગુણી છે તેથી જ્ઞાનાવરણીયાદિ કરતાં મોહનીયને સંખ્યાતગુણા કર્મદલિકો કેમ ન મળે?
સમાધાન :- મોહનીયમાં એક જ મિથ્યાત્વમોહનીયની સ્થિતિ ૭૦કોકોસાળ છે. કષાયમોહનીયની સ્થિતિ ૪૦કોકોસા છે તેથી તેની અપેક્ષાએ મોહનીયને વિશેષાધિક દલિકો મળે છે. અને મિથ્યાત્વમોહનીય સર્વઘાતી હોવાથી તેને ચારિત્રમોહનીયના કર્મદલિકથી અનંતમો ભાગ જ મળે છે. તેનાથી વધારે દલિકો મળતા નથી. તેથી પણ જ્ઞાનાવરણીયાદિ કર્મથી મોહનીયને વિશેષાધિક જ દલિકો મળે છે. સંખ્યાતગુણા મળતા નથી.
જો કે આ પણ યુક્તિમાત્ર જ છે વાસ્તવિક રીતે જિનવચનને જ પ્રમાણ માનવું. એવું સ્વોપટીકામાં કહ્યું છે.
શંકા ઃ- એક જ સમયમાં એક જ અધ્યવસાયથી ગ્રહણ કરાતા કાર્મણસ્કંધો આઠ કર્મરૂપે કેવી રીતે પરિણમે?
સમાધાન :- જીવમાં અચિંત્યશક્તિ છે અને પુદ્ગલનું પિરણમન વિચિત્ર છે. જો આકાશમાં ઇંદ્રધનુષાદિ પુદ્ગલોનું પરિણમન વિચિત્ર દેખાય છે. તો જીવે ગ્રહણ કરેલા કાર્યણસ્કંધો આઠ કર્મરૂપે પરિણમે એમાં કાંઇ આશ્ચર્ય નથી.
ઉત્તરપ્રકૃતિમાં કર્મદલિકની વહેંચણી :
नियजाइलद्धदलिया-णंतंसो होइ सव्वघाइणं । વતી વિમઘ્ન, સેસ તેમાળ પટ્ટસમયે ॥ ૮॥
૨૭૪