________________
રહેલા લાકડાને અગ્નિરૂપે પરિણમાવે છે. પણ ચૂલાની બહાર રહેલા લાકડાને અગ્નિરૂપે પરિણમાવતો નથી. તેમ જીવ જે આકાશપ્રદેશમાં રહેલો છે. તે જ આકાશપ્રદેશમાં રહેલા કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે. અન્ય આકાશપ્રદેશમાં રહેલા કાર્મણસ્કંધોને રાહણ કરતો નથી.
એ જ પ્રમાણે, જીવ જે આકાશપ્રદેશમાં રહેલો છે. તે જ આકાશપ્રદેશમાં રહેલા ઔદારિકાદિ ગુગલસ્કંધોને ગ્રહણ કરીને ઔદારિકશરીરાદિરૂપે પરિણમાવે છે. અન્ય આકાશપ્રદેશમાં રહેલા ઔદારિકાદિસ્કંધોને ગ્રહણ કરતો નથી. સર્વે આત્મપ્રદેશથી કર્મનું ગ્રહણ :
એક જીવના આત્મપ્રદેશો ૧ લોકના આકાશપ્રદેશ જેટલા હોય છે. તે સર્વે આત્મપ્રદેશો સાંકળના અવયવોની જેમ પરસ્પર જોડાયેલા હોય છે. એટલે જેમ હાથના આંગળાથી ઘડો ઉપાડેલો હોવા છતાં પણ તે ઘડાને ઉપાડવાની ક્રિયામાં કાંડુ, કોણી, ખભો વગેરે અનંતર કે પરંપરાથી જોડાયેલા હોય છે. તેમ કોઈપણ જીવપ્રદેશ પોતે જે આકાશપ્રદેશમાં રહેલા છે. તે જ આકાશપ્રદેશમાં રહેલા જે કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે. તે કાર્મણસ્કંધોની ગ્રહણક્રિયામાં બાકીના દરેક આત્મપ્રદેશો અનંતર કે પરંપરાથી જોડાયેલા હોય છે. એટલે તે કાર્મણસ્કંધો સર્વે આત્મપ્રદેશથી ગ્રહણ કરાય છે.
જેમ તપાવેલા લોખંડના ગોળાને પાણીમાં નાંખો, તો તે ગોળો ચારેબાજુથી પાણીને ખેંચે છે. તેમ સર્વે આત્મપ્રદેશો પોતે જે આકાશમાં રહેલા હોય. તે જ આકાશપ્રદેશમાંથી ગ્રાહ્ય કર્મદ્રવ્યને ગ્રહણ કરે છે. પરંતુ જેમ ઘડો ઉપાડવાની ક્રિયામાં જોડાયેલા આંગળાદિમાંથી આંગળામાં વધુ ચેષ્ટા હોય છે. તેનાથી દૂર રહેલા કાંડુ, કોણી, ખભાદિમાં ક્રમશઃ ઓછીઓછી ચેષ્ટા હોય છે. તેમ તે તે આત્મપ્રદેશો પોતપોતાનાથી ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધોમાં વધુ પ્રયત્નવાળા હોય છે. અને અન્ય આત્મપ્રદેશથી ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધોમાં હીન-હીન પ્રયત્નવાળા હોય છે.
૨૭૧