________________
કાણસ્કંધનું સ્વરૂપ :
अंतिम चउफासदुगंध-पंचवन्नरसकम्मखंधदलं । सव्वजियणंतगुणरस मणुजुत्तमणंतय पएसं ॥७८॥ अंतिमचतुःस्पर्शद्विगन्ध पञ्चवर्णरसकर्मस्कन्धदलं । सर्वजीवानन्तगुणरसाणुयुक्तमनन्तप्रदेशम् ॥७८॥ .
ગાથાર્થ - કર્મસ્કંધલ [કર્મસ્કંધદ્રવ્ય] છેલ્લા ૪ સ્પર્શવાળુ, ૨ ગંધવાળુ, ૫ વર્ણવાળુ, ૫ રસવાળુ, સર્વજીવરાશિથી અનંતગુણ રસવાળુ અને અનંતપ્રદેશવાળુ હોય છે.
વિવેચન :- કોઇપણ કાર્મણસ્કંધ પ વર્ણ, ૨ ગંધ, પ રસ, શીત-ઉષ્ણ અને સ્નિગ્ધ-રૂક્ષ એ-૪ સ્પર્શવાળો હોય છે.
બૃહશતકટીકામાં કહ્યું છે કે, કામણકંધમાં મૃદુ-લઘુ સ્પર્શ અવશ્ય હોય છે અને શીત-સ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ એમાંથી કોઇપણ બે અવિરૂદ્ધ સ્પર્શ હોય છે એ રીતે, કુલ-૪ સ્પર્શવાળા કાર્મણસ્કંધ હોય છે.
સામાન્યથી દરેક કર્મપરમાણુમાં સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ હોય છે. જો કે કર્મપરમાણુમાં જઘન્યથી સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ હોય છે અને ઉત્કૃષ્ટથી પણ સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ હોય છે. તો પણ જઘન્યથી ઉત્કૃષ્ટમાં સર્વજીવથી અનંતગુણરાશિ મોટી લેવી..
જીવ પ્રતિસમયે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિથી અનંતગુણહીન કાર્મણકંધોને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણમાવે છે. એ દરેક કાર્મણસ્કંધો જઘન્યથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિથી અનંતગુણહીન પરમાણુઓથી બનેલા છે. જઘન્યકાર્મણવર્ગણાના એકસ્કંધમાં જેટલા પરમાણુઓ હોય છે તેનાથી ઉત્કૃષ્ટકાર્મણવર્ગણાના એક સ્કંધમાં વિશેષાધિક સ્વિજઘન્યવર્ગણાના એકસ્કંધમાં રહેલા પરમાણુનો અનંતમોભાગ અધિક] પરમાણુ હોય છે. એટલે સામાન્યથી દરેક કાર્મણસ્કંધ અનંતપ્રદેશવાળો હોય છે.
K૨૬૯