________________
કોઇપણ ૧ગંધ, ૫ રસમાંથી કોઇપણ ૧ રસ અને છેલ્લા ૪ સ્પર્શ[શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ]માંથી કોઇપણ અવિરૂદ્ધ ૨ સ્પર્શ[શીતસ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ...એમાંથી કોઇપણ ૧ જોડકું] હોય છે. એટલે પરમાણુ ૧વર્ણ+૧ગંધ+૧ ૨સ+ર સ્પર્શ=૫ ગુણવાળો અને દ્વિસ્પર્શી કહેવાય છે.
પરમાણુમાં મૃદુ,-કઠિન, ગુરુ-લઘુ સ્પર્શ હોતા નથી પણ સ્કંધમાં સંયોગના કારણે મૃદુ વગેરે-૪ સ્પર્શ ઉત્પન્ન થાય છે.
ઔદારિક, વૈક્રિય, આહારકવર્ગણાના કોઇપણ સ્કંધમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ હોય છે. અને બાકીની તૈજસાદિ-૫ વર્ગણાના સ્કંધમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૪સ્પર્શ હોય છે.
કોઇપણ જીવ ઔદારિકકંધો, વૈક્રિયસ્કંધો, આહારકસ્કંધો ૮ સ્પર્શવાળા જ ગ્રહણ કરે છે તથા કાર્યણધો અને તૈસાદિ સ્કંધો ૪ સ્પર્શવાળા જ ગ્રહણ કરે છે.
વર્ગણાનો કાળ :
પ્રથમપરમાણુ વર્ગણાથી માંડીને છેલ્લી કાર્યણગ્રાહ્યવર્ગણા સુધીની કોઇપણ વર્ગણામાં રહેલા એક સ્કંધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર છે. એટલે કે લોકમાં પરમાણુ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર સુધી સ્વતંત્ર રહી શકે છે. ત્યાર પછી અવશ્ય બે વગેરે પરમાણુ ભેગા થઇને દ્વિપ્રદેશી વગેરે સ્કંધ બને છે. અથવા તે પરમાણુ બીજા વગેરે કોઇક સ્કંધમાં જોડાઇ જાય છે. દ્વિપ્રદેશીસ્કંધાદિ પણ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર સુધી દ્વિપ્રદેશીસ્કંધાદિ રૂપે રહે છે. ત્યારપછી દ્વિપ્રદેશીસ્કંધાદિમાંથી પરમાણુ છૂટા પડી જાય છે. અથવા તે કંધો અન્યસ્કંધ અથવા પરમાણુમાં જોડાઇ જાય છે.
(૫૧) પંચરસ પંપવન્નેહિં પરિળયા અટ્ટાસ રોગંધા ।
जीवाहारगजोगा चउफासविसेसिया उवरिं ॥ ૨૮ ॥ [પંચસંગ્રહ-બંધનકરણ] (૫૨) ભગવતી સૂત્રમાં તૈજસસ્કંધમાં ૮ સ્પર્શ કહ્યાં છે.
૨૬૮