________________
તેનાથી આહારકગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી આહારકઅગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી તૈજસગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી તૈજસઅગ્રાહ્ય કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી ભાષાગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી ભાષાઅગ્રાહ્ય સ્કંધોમાં પરમાણ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી શ્વાસોચ્છવાસગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કંદ સૂક્ષ્મ હોય છે. તેનાથી શ્વાસોચ્છવાસઅગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી મનોગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી મનઅગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી કાર્મણગ્રાહ્ય કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. ઔદારિકાદિસ્કંધનું અવગાહક્ષેત્ર| સામાન્યથી ઔદારિકાદિસ્કંધની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. પણ જેમ જેમ સ્કંધમાં પરમાણુ વધતા જાય છે. તેમ તેમ કંધની અવગાહના ઓછી ઓછી થવાથી અવગાહક્ષેત્ર પણ ન્યૂન-ન્યૂન અંગુલનો અસંખ્યાતમો ભાગ થતું જાય છે. એટલે ઔદારિકગ્રાહ્યસ્કંધ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જગ્યામાં રહી શકે છે. તેનાથી ન્યૂન અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જગ્યામાં ઔદારિકઅગ્રાહ્યરૂંધ રહી શકે છે. તેનાથી ન્યૂન અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જગ્યામાં વૈક્રિયગ્રાહ્યસ્કંધ રહી શકે છે. તેનાથી ન્યૂન અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જગ્યામાં વૈક્રિય-અગ્રાહ્યસ્કંધ રહી શકે છે.
એ જ રીતે, આહારકગ્રાહ્ય, આહારઅગ્રાહ્ય, તેજસગ્રાહ્ય, તેજસઅગ્રાહ્ય, ભાષાગ્રાહ્ય, ભાષાઅગ્રાહ્ય, શ્વાસોચ્છવાસગ્રાહ્ય, શ્વાસોચ્છવાસ અગ્રાહ્ય, મનોગ્રાહ્ય, મનઅગ્રાહ્ય અને કાર્મણગ્રાહ્ય સ્કંધો ક્રમશઃ ન્યૂનજૂન અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જગ્યામાં રહી શકે છે. પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ - પરમાણમાં પાંચવર્ણમાંથી કોઈપણ એક વર્ણ, ૨ ગંધમાંથી
૨૬૭T