________________
કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થમાં કાર્મણવર્ગણા પછી ધ્રુવાચિત્ત વગેરે વર્ગણાઓ કહી છે. પણ અહીં તે વર્ગણા અનુપયોગી હોવાથી કહી નથી. લોકમાં સર્વત્ર સર્વે વર્ગણાના સ્કંધો -
૧ પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે. ૧ લયણુક ૧ કે ૨ આકાશપ્રદેશમાં રહી શકે છે. તેનાથી વધુ આકાશપ્રદેશમાં રહી શકતો નથી. ૧ ચણુક ૧....૨...૩ આકાશપ્રદેશમાં રહી શકે છે. પણ તેનાથી વધુ આકાશપ્રદેશમાં રહી શકતો નથી.
એ રીતે, સંખ્યાતપ્રદેશી ઢંધ ૧...૨...૩.... વધુમાં વધુ જે સ્કંધમાં જેટલા પરમાણું હોય, તે અંધ તેટલા જ આકાશપ્રદેશમાં રહી શકે છે. તેનાથી વધુ આકાશપ્રદેશમાં રહી શકતો નથી. અસંખ્યપ્રદેશીસ્કંધ ૧....૨..૩... વધુમાં વધુ અસંખ્ય આકાશપ્રદેશમાં રહી શકે છે. અને અનંતપ્રદેશી ઢંધ ૧...૨...૩... વધુમાં વધુ અસંખ્ય આકાશપ્રદેશમાં રહી શકે છે. પણ તેનાથી વધુ આOU૦માં રહી શકતો નથી.
એ રીતે, ૧ આકાશપ્રદેશમાં ૧ પરમાણુથી માંડીને અનંતપ્રદેશીસ્કંધ પણ રહી શકે છે. કારણ કે જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે અને ઘાસનો બળવાનો સ્વભાવ છે. તેમ પુદ્ગલનો સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ થવાનો સ્વભાવ છે. અને આકાશનો એવી રીતે જગ્યા આપવાનો સ્વભાવ છે. એટલે જેમ એક રૂમમાં હજારો દીવા મૂકવામાં આવે તો એ રૂમની અંદર એક-એક આકાશપ્રદેશમાં તેજના હજારો પુગલો રહે છે. તેમ એકએક આકાશપ્રદેશમાં અનંતપ્રદેશીસ્કંધો અનંતા રહી શકે છે. એટલે લોકમાં કોઇપણ જગ્યા એવી નથી કે જ્યાં પહેલી પરમાણુ વર્ગણાથી માંડીને છેલ્લી કાર્મણવર્ગણા સુધીની કોઈપણ વર્ગણાના અનંતાનંત સ્કંધો ન હોય? એટલે કે લોકમાં સર્વઠેકાણે દરેક વર્ગણાના અનંતાનંતસ્કંધો હોય છે. ગ્રાહ્ય-અગ્રાહ્યવર્ગણાનું અલ્પબદુત્વ :
ઔદારિકગ્રાહ્યવર્ગણાથી વૈક્રિયગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી (૪૯) શતકનામા પંચમકર્મગ્રન્ય ભાષાન્તર-ગાથાનં૦૭૫ [સંપાદક પૂ. યશોદેવસૂરિ મ.સા.]
* ૨૬૫