________________
જીવ કયા સ્થાને રહેલા કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે? કેટલા આત્મપ્રદેશોથી કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે? અને મૂળકર્મમાં પ્રદેશની વહેંચણી - एगपएसोगाढं नियसव्वपएसओ गहेइ जिओ । थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ ॥७९॥ विग्यावरणे मोहे सव्वोवरि वेयणीये जेणप्पे । तस्स फुडत्तं न हवइ ठिईविसेसेण सेसाणं ॥८०॥ एकप्रदेशावगाढं निजसर्वप्रदेशतो गृह्णाति जीवः । स्तोक आयुषि तदंशो नाम्नि-गोत्रे समोऽधिकाः ॥ ७९ ॥ विघ्नावरणे मोहे सर्वोपरि वेदनीये येनाल्पे । तस्य स्फुटत्वं न भवति स्थितिविशेषेण शेषाणाम् ॥८॥ - ગાથાર્થ - જીવ એકપ્રદેશમાં અવગાહેલા [જીવ જે ક્ષેત્રમાં રહેલો હોય, તે જ ક્ષેત્રમાં રહેલા] કર્મદલિકને પોતાના સર્વ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. તેમાંથી થોડો ભાગ બંધાતા આયુષ્યને મળે છે. તેનાથી વધારે ભાગ નામ-ગોત્રને મળે છે અને તે બન્નેને પરસ્પર સરખો ભાગ મળે છે. તેનાથી વધારે ભાગ અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયને મળે છે અને તે ત્રણેને પરસ્પર સરખો ભાગ મળે છે તેનાથી વધારે ભાગ મોહનીયને મળે છે. તેનાથી વધારે ભાગ વેદનીયને મળે છે. કારણ કે વેદનીયને થોડા કર્મદલિકો મળે, તો જીવને સુખ-દુઃખનો સ્પષ્ટ અનુભવ થાય નહી. બાકીના ૭કર્મોને પોતપોતાની હીનાધિક સ્થિતિ અનુસારે કર્મદલિકનો ભાગ મળે છે.
વિવેચન :- એક પ્રદેશ સમાનપ્રદેશ.
જીવ જે આકાશપ્રદેશમાં રહેલો હોય, તે જ આકાશપ્રદેશમાં રહેલા કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે. અન્ય આકાશપ્રદેશમાં રહેલા કાશ્મણસ્કંધોને ગ્રહણ કરતો નથી. જેમ અગ્નિ પોતાના ક્ષેત્રમાં રહેલા બળી શકે એવા ઘાસાદિ પુગલોને અગ્નિરૂપે પરિણાવે છે. અન્યક્ષેત્રમાં રહેલા ઘાસાદિ પુગલોને અગ્નિરૂપે પરિણાવતો નથી. એટલે કે ચૂલાનો અગ્નિ ચૂલામાં
અકરા...