________________
(૧૫) મન અગ્રહણયોગ્યવર્ગણા :
મનોગ્રહણયોગ્યઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એકએક પરમાણુ વધારે હોય એવા સ્કંધોના સમૂહની પહેલી, જિઘન્ય], બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણી વર્ગણા હોય છે. એ વર્ગણામાં રહેલા સ્કંધો જીવને ચિંતન-મનન કરવા માટે સૂક્ષ્મ પડે અને કર્મને માટે સ્કૂલ પડે છે. તેથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અનંતવર્ગણાના એકવિભાગને મનને માટે અગ્રહણયોગ્ય પંદરમીવર્ગણા કહે છે. .
મનઅગ્રહણયોગ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેને અભવ્યથી અનંતગુણરાશિથી ગુણતાં જેટલા પરમાણુ આવે છે. તેટલી વર્ગણા હોય છે એટલે અભવ્યથી અનંતગુણી અગ્રહણયોગ્ય વર્ગણા છે. કાર્મણગ્રહણયોગ્યવર્ગણા| મનઅગ્રહણયોગ્ય ઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની જઘન્યવર્ગણા થાય છે. તેનાથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહુની બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા અનંતાન્કંધોને જીવ પ્રતિસમયે ગ્રહણ કરીને જ્ઞાનાવરણીયાદિકર્મરૂપે પરિણાવતો હોવાથી એ અનંતવર્ગણાના એકવિભાગને કાર્મણગ્રાહ્ય [કર્મને માટે ગ્રહણયોગ્ય] સોળમીવર્ગણા કહે છે.
કાશ્મણગ્રહણયોગ્યજ0વર્ગણાના એકસ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા કાર્મણસ્કંધના સમૂહની ઉ0વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંત પરમાણુ હોવાથી જ0વર્ગણાથી માંડીને ઉ0વર્ગણા સુધીની અનંતવર્ગણા થાય છે.
એ રીતે, પુદ્ગલદ્રવ્ય ઔદારિકશરીરાદિ કાર્યની અપેક્ષાએ ૧૬ વિભાગમાં વહેંચાયેલું હોવાથી કુલ-૧૬ વર્ગણા કહી છે