________________
શ્વાસોચ્છવાસગ્રહણયોગ્યજ0વર્ગણાના એકસ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા સ્કંધોના સમૂહની ઉ૦વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંતા પરમાણુઓ હોવાથી જ0વર્ગણાથી માંડીને ઉ0વર્ગણા સુધીની અનંતવર્ગણાઓ થાય છે. (૧૩) શ્વાસોચ્છવાસ અગ્રહણયોગ્યવર્ગણા -
શ્વાસોચ્છવાસગ્રહણયોગ્યઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય, બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણીવર્ગણા હોય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધો જીવને શ્વાસ લેવા-મૂકવા માટે સૂક્ષ્મ પડે છે. અને ચિંતન-મનન કરવા માટે સ્થૂલ પડે છે તેથી તે સ્કંધો જીવને ભાષા અને મનને માટે ઉપયોગી બનતા નથી. એટલે તે અનંતવર્ગણાના એ કવિભાગને શ્વાસોચ્છવાસને માટે અગ્રહણયોગ્ય તેરમીવર્ગણા કહી છે.
શ્વાસોચ્છવાસ અગ્રહણયોગ્ય જ0વર્ગણાના એકસ્કંધમાં રહેલા પરમાણુને અભવ્યથી અનંતગુણરાશિથી ગુણતાં જેટલા પરમાણુ આવે છે તેટલી વર્ગણા હોય છે. એટલે અભવ્યથી અનંતગુણી અગ્રહણયોગ્યવર્ગણા છે. (૧૪) મનોગ્રહણયોગ્યવર્ગણા -
શ્વાસોચ્છવાસ અગ્રાહ્ય ઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય], બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ ચિંતન-મનન કરી શકતો હોવાથી એ અનંતવર્ગણાના એકવિભાગને મનને માટે ગ્રહણયોગ્ય ચૌદમીવર્ગણા કહી છે. | મનોગ્રહણયોગ્યજ0વર્ગણાના એકસ્કંધમાં જેટલા પરમાણુ હોય છે તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉ0વર્ગણા થાય છે એ અનંતભાગમાં અનંતા પરમાણુઓ હોવાથી જ0વર્ગણાથી માંડીને ઉ૦વર્ગણા સુધીની અનંતવર્ગણા થાય છે.