________________
(૮) તૈજસ ગ્રહણયોગ્યવર્ગણા -
આહારક અગ્રહાયોગ્ય ઉ૦વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, [જઘન્ય], બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ તેજસશરીર બનાવી શકે છે. તેથી તે અનંતવર્ગણાના એકવિભાગને તૈજસશરીરને માટે ગ્રહણયોગ્ય આઠમીવર્ગણા કહે છે.
તૈજસગ્રહણયોગ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમભાગ પરમાણ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉ૦વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંતપરમાણુઓ હોવાથી જ0વર્ગણાથી માંડીને ઉ૦વર્ગણા સુધીની અનંતવર્ગણાઓ થાય છે.
અસત્કલ્પનાથી
તૈજસગ્રાહ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં ૧૦૩૧૩૨૩૧૨૨000+૧= ૧૦૩૧૩૨૩૧ ૨૨૦૦૧ પરમાણુ હોય છે. એ ૧૦૩૧૩૨૩૧૨૨૦૦૧ પરમાણુને અનંત=૧૦૦થી ભાગાકાર કરતાં ૧૦૩૧૩૨૩૧૨૨૦ આવે છે. એટલે તૈજસગ્રાહ્ય જઘન્યવર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુનો અનંતમો ભાગ=૧૦૩૧૩૨૩૧૨૨૦ પરમાણું છે. એટલે ૧૦૩૧૩૨૩૧૨૨OO1+ ૧૦૩૧૩૨૩૧૨૨૦=૧૦૪૧૬૩૬૩૫૩૨૨૧ પરમાણુ ઉ0વર્ગણાના એક સ્કંધમાં હોય છે. (૯) તૈજસ અગ્રહણયોગ્યવર્ગણા -
તૈજસગ્રહણયોગ્ય ઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એકએક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય], બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણી વર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધો જીવને તૈજસશરીર બનાવવા માટે સ્થૂલ પડે છે. અને ભાષાને માટે સૂક્ષ્મ પડે છે. તેથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અનંતીવર્ગણાના એકવિભાગને તેજસશરીરને માટે અગ્રહણયોગ્ય નવમીવર્ગણા કહી છે.
તૈજસ-અગ્રહણયોગ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્યથી અનંતગુણરાશિથી ગુણતાં જેટલા પરમાણુ આવે છે. તેટલી વર્ગણા હોય છે એટલે અભવ્યથી અનંતગુણી અગ્રહણયોગ્યવર્ગણા છે.