________________
છે. એટલે વૈક્રિયગ્રાહ્ય જવર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુનો અનંતમોભાગ=૧૦૧૧૦ પરમાણુ છે. એટલે ૧૦૧૧૦૦૧+૧૦૧૧૦= ૧૦૨૧૧૧૧ પરમાણુ ઉ૦વર્ગણાના એક સ્કંધમાં હોય છે. (૫) વૈક્રિય અગ્રહણયોગ્યવર્ગણાઃ
વૈક્રિયગ્રાહ્ય ઉવર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એકએક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, [જઘન્ય], બીજી, ત્રીજી, વગેરે અભવ્યથી અનંતગુણીવર્ગણા હોય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોજીવને વૈક્રિયશરીર બનાવવા માટે ઘણા પરમાણુવાળા અને સૂક્ષ્મ પડે છે. અને આહારકશરીર બનાવવા માટે ઓછા પરમાણુવાળા અને સ્થૂલ પડે છે. તેથી તે સ્કંધોથી જીવ વૈક્રિયશરી૨ કે આહારકશરીર બનાર્વી શકતો ન. હોવાથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અનંતવર્ગણાના એકવિભાગને વૈક્રિયશરીરને માટે અગ્રહણયોગ્ય પાંચમીવર્ગણા કહે છે.
વૈક્રિય અગ્રહણયોગ્ય જવર્ગણાના એકસ્કંધમાં રહેલા પરમાણુને અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાભાગથી ગુણતાં જેટલા પરમાણુ આવે છે તેટલી અગ્રહણયોગ્યવર્ગણા હોય છે. એટલે અગ્રહણયોગ્યવર્ગણા અભવ્યથી અનંતગુણી હોય છે.
અસકલ્પનાથી....
વૈક્રિય અગ્રાહ્ય જ૦વર્ગણાના એક સ્કંધમાં ૧૦૨૧૧૧૧+૧= ૧૦૨૧૧૧૨ પરમાણુ હોય છે. અને ઉ૦વર્ગણાના એક સ્કંધમાં ૧૦૨૧૧૧૨×૧૦૦૦=૧૦૨૧૧૧૨૦૦૦ પરમાણુ હોય છે. (૬) આહારક ગ્રહણયોગ્યવર્ગણાઃ
વૈક્રિય અગ્રહણયોગ્ય ઉવર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, [જઘન્ય], બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ આહારકશરીર બનાવી શકે છે. તેથી તે અનંતવર્ગણાના એકવિભાગને આહારકશરીરને માટે ગ્રહણયોગ્ય છટ્ઠીવર્ગણા કહે છે.
૨૫૮