________________
એ જ પ્રમાણે, વૈક્રિયવર્ગણા, આહારકવર્ગણા, તેજસવર્ગણા, ભાષાવર્ગણા, શ્વાસોચ્છવાસવર્ગણા, મનોવર્ગણા, કાર્મણવર્ગણા છે. એ વર્ગણા ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મ હોય છે. અને તેનું અવગાહક્ષેત્ર ક્રમશઃ નાનો- નાનો અંગુલનો અસંખ્યાતમો ભાગ છે.
[ગ્રહણયોગ્ય ઉ૦વર્ગણાની ઉપર] એક-એક પરમાણુ વધારે હોય એવી અગ્રહણયોગ્ય વર્તણા સિદ્ધરાશિના અનંતમાભાગ પ્રમાણ હોય છે અને તે ઔદારિકાદિવર્ગણાની મધ્યમાં રહેલી છે. સર્વઠેકાણે જઘન્યગ્રહણયોગ્ય વર્ગણામાં પોતાનો અનંતમોભાગ અધિક કરતાં ઉત્કૃષ્ટગ્રહણયોગ્ય વર્ગણા થાય છે.
વિવેચન : કાજળની ડબ્બીમાં કાજળના કણીયાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. તેમ સંપૂર્ણલોકમાં પુદ્ગલદ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. પુદ્ગલદ્રવ્ય-૨ પ્રકારે છે. (૧) પરમાણુ (૨) સ્કંધ.. પરમાણુ :- પરમ+અણુ=પરમાણુ
પરમ=અંતિમ [છેલ્લામાં છેલ્લો], અણુ=અંશ..... કેવલીભગંવતની બુદ્ધિરૂપ શસ્ત્રથી પણ જેના બે વિભાગ ન થઇ શકે એવો પુદ્ગલદ્રવ્યનો છેલ્લામાં છેલ્લો જે અં[વિભાગ] હોય, તે પરમાણુ કહેવાય.
સ્કંધઃ- સ્કંધ=પરમાણુનો જથ્થો..
બે પરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાને દ્વિપ્રદેશીસ્કંધ કહે છે. ત્રણ પરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાને ત્રિપ્રદેશીસ્કંધ કહે છે. ચાર પરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાને ચતુર્મદેશીસ્કંધ કહે છે. સંખ્યાતા પરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાનેસંખ્યાતપ્રદેશીસ્કંધ કહે છે. અસંખ્યપરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાને અસંખ્યપ્રદેશીસ્કંધ કહે છે. અને અનંતપરમાણુના પરસ્પર જોડાઇને બનેલા જથ્થાને અનંતપ્રદેશીસ્કંધ કહે છે.
વર્ગણા :- સરખી સંખ્યાવાળા સ્કંધના સમૂહને વર્ગણા કહે છે. લોકમાં એક-એક છૂટા પરમાણુઓ અનંત છે. તે અનંતા છૂટા પરમાણુના સમૂહને પ્રથમવર્ગણા કહે છે.
૨૫૪