________________
જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિના અજઘન્યરસબંધની સાદિ થાય છે. શ્રેણીમાં ૧૦માં ગુણઠાણે નહીં આવેલા જીવોની અપેક્ષાએ તે પ્રકૃતિનો અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ અધ્રુવ છે અને અભવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે પોતપોતાના બંધવિચ્છેદસમયે સંજ્વલનચતુષ્કનો જઘન્યરસબંધ થાય છે. તે સિવાય ૧થી૮ ગુણઠાણે સંજવલનચતુષ્કનો અજઘન્યરસબંધ થાય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૯મા ગુણઠાણે સં૦૪ના અજઘન્યરસબંધનો નાશ થયા પછી ઉપશમક ૧૧મા ગુણઠાણેથી પડતો પડતો ૯માગુણઠાણે આવે છે. ત્યારે સં૦૪નો અજઘન્યરસબંધ શરૂ થાય છે. તે વખતે સં૦૪ના અજઘન્યરસબંધની સાદિ થાય છે. શ્રેણીમાં ૯માગુણઠાણે નહીં આવેલા જીવોની અપેક્ષાએ સં૦૪નો અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ અધ્રુવ છે અને અભવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણે નિદ્રાદિક, અશુભવર્ણાદિ-૪, ઉપઘાત અને ભય-જુગુપ્સાનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે જઘન્યરસબંધ થાય છે. તે સિવાય ૧થી૮ગુણઠાણે અજઘન્યરસબંધ થાય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૮માં ગુણઠાણે તે પ્રકૃતિના અજઘન્યરસબંધનો નાશ થતાં તે જીવ અબંધક થઈને ૧૧મા ગુણઠાણા સુધી ગયા પછી ત્યાંથી કાલક્ષયે પડતો પડતો ૮માં ગુણઠાણે આવીને તે તે પ્રકૃતિનો અજઘન્યરસબંધ શરૂ કરે છે. ત્યારે તે તે પ્રકૃતિના અજઘન્યરસબંધની સાદિ થાય છે. શ્રેણીમાં ૮માં ગુણઠાણે નહીં આવેલા જીવની અપેક્ષાએ નિદ્રાદિ-૯ પ્રકૃતિનો અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ અધ્રુવ છે અને અભવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
સાયિકસમ્યકત્વ અને સર્વવિરતિને એકીસાથે પ્રાપ્ત કરતો દેશવિરતિધર શ્રાવક દેશવિરતિગુણઠાણાના છેલ્લાસમયે પ્રત્યાખ્યાનીય-૪નો જ રસબંધ કરે છે. તે સિવાય ૧થી૫ ગુણઠાણા સુધી પ્રત્યાખ્યાનીય-૪નો અજઘન્યરસબંધ થાય છે. એટલે જ્યારે તે જીવ સર્વવિરતિગુણઠાણાથી પડીને દેશવિરતિગુણઠાણે આવે છે. ત્યારે પ્રત્યાખ્યાનીય-૪ના અજઘન્યરસબંધની સાદિ થાય છે. દેશવિરતિગુણઠાણે નહીં આવેલા જીવની અપેક્ષાએ
૬ ૨૫૦