________________
અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ અધુવ છે અને અભવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
ક્ષાયિકસમ્યકત્વ અને સર્વવિરતિને એકી સાથે પ્રાપ્ત કરતો અવિરતસમ્યગ્દષ્ટિજીવ સમ્યકત્વગુણઠાણાના છેલ્લાસમયે અપ્રત્યાખ્યાનીય-૪નો જવરસબંધ કરે છે. તે સિવાય ૧થી૪ ગુણઠાણા સુધી અખ૦૪નો અજઘન્યરસબંધ થાય છે. એટલે જ્યારે તે જીવ પડતો પડતો સમ્યકત્વગુણઠાણે આવે છે. ત્યારે અમ0૪ના અજઘન્યરસબંધની સાદિ થાય છે. સમ્યકત્વગુણઠાણે નહીં આવેલા જીવની અપેક્ષાએ અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યને અધૂવ છે અને અભવ્યને ધ્રુવ છે.
સમ્યકત્વ અને સર્વવિરતિચારિત્રને એકી સાથે પ્રાપ્ત કરતો મિથ્યાદષ્ટિજીવ મિથ્યાત્વગુણઠાણાના છેલ્લા સમયે અનંતાનુબંધી-૪, થણદ્વિત્રિક અને મિથ્યાત્વનો જ0રસબંધ કરે છે. તે સિવાય મિથ્યાત્વગુણઠાણાના દ્વિચરિમસમય સુધી તે પ્રકૃતિનો અજઘન્યરસબંધ થાય છે. એટલે તે જીવ જ્યારે સમ્યકત્તેથી પડીને મિથ્યાત્વે આવે છે. ત્યારે તે પ્રકૃતિના અજઘન્યરસબંધની સાદિ થાય છે. મિથ્યાત્વગુણઠાણાના છેલ્લા સમયે નહીં આવેલા જીવની અપેક્ષાએ અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ અધ્રુવ છે અને અભવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
અશુભધ્રુવબંધી ૪૩ પ્રકૃતિનો જઘન્યરસબંધ ઉપર કહ્યાં મુજબ પોતપોતાના બંધવિચ્છેદસ્થાને એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી.
મિથ્યાદષ્ટિ પર્યાપ્તસંજ્ઞી અતિસંક્લેશથી અશુભધ્રુવબંધી ૪૩ પ્રકૃતિનો ૧ કે ૨ સમય સુધી ઉ0રસબંધ કરીને અનુત્કૃષ્ટરસબંધ કરે છે. ફરી કાલાન્તરે તે પ્રકૃતિનો ૧ કે ૨ સમય સુધી વરસબંધ કરીને અનુત્કૃષ્ટરસબંધ કરે છે. એ રીતે, ઉ૦રસબંધ અને અનુત્કૃષ્ટરસબંધ વારંવાર થતો હોવાથી સાદિ-અધ્રુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી.
સેમ દુહા પદથી ગ્રન્થકારભગવંતે અધ્રુવબંધી ૭૩ પ્રકૃતિના ચારેપ્રકારના રસબંધમાં સાદિ-અધ્રુવ ભાંગા કહ્યાં છે. કારણ કે તે પ્રકૃતિનો બંધ સાદિ-અધ્રુવ હોવાથી જઘન્યાદિરસબંધ પણ સાદિ-અધુવ જ થાય છે.
૬ ૨૫૧