________________
જ્ઞાનાવરણીયાદિ-૩ કર્મના અજઘન્યરસબંધની સાદિ થાય છે અને મા ગુણઠાણે આવે છે. ત્યારે મોહનીયકર્મનો અજઘન્યરસબંધ શરૂ કરે છે તે વખતે મોહનીયકર્મના અજઘન્યરસબંધની સાદિ થાય છે અને જે જીવ નવમા-દશમાગુણઠાણે આવ્યા નથી તે જીવની અપેક્ષાએ ઘાતકર્મનો અજઘન્યરસબંધ અનાદિ છે. તથા ભવ્યની અપેક્ષાએ ઘાતકર્મનો અજઘન્યરસબંધ અધ્રુવ છે અને અભવ્યની અપેક્ષાએ ઘાતકર્મોનો અજઘન્યરસબંધ ધ્રુવ છે.
ક્ષપકશ્રેણીમાં ૧૦માં ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાનાવરણીયાદિ-૩ મૂળકર્મના જઘન્યરસબંધની સાદિ થાય છે અને તે જ રસબંધ એક જ સમય થતો હોવાથી ત્યાર પછીના સમયે તે કર્મનો જઘન્યરસબંધ અધ્રુવ થાય છે અને ક્ષપકશ્રેણીમાં ૯માં ગુણઠાણાના છેલ્લાસમયે મોહનીયકર્મના જ રસબંધની સાદિ થાય છે. તે જઘન્યરસબંધ એક જ સમય થતો હોવાથી ત્યારપછીના સમયે તે કર્મનો જઘન્યરસબંધ અધ્રુવ થાય છે અને તે જઘન્યરસબંધ એક જ સમય થતો હોવાથી સાદિઅધુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી.
ચારગતિના મિથ્યાદષ્ટિપર્યાપ્ત સંજ્ઞીજીવો અતિસંકલેશથી ઘાતીકર્મનો ઉ5સ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે. તે વખતે ઘાતી કર્મના ઉ૦રસબંધની સાદિ થાય છે. તે ઉત્કૃષ્ટરસબંધ ૧થીર સમય સુધી જ થતો હોવાથી ત્યારપછીના સમયે ઘાતકર્મનો અનુત્કૃષ્ટરસબંધ કરે છે. ત્યારે ઘાતકર્મનો ઉ૦રસબંધ અધ્રુવ થાય છે અને ઘાતકર્મના અનુત્કૃષ્ટરસબંધની સાદિ થાય છે. કાલાન્તરે ફરીવાર તે જીવ ઘાતકર્મનો ઉછેરસબંધ કરે છે ત્યારે ઘાતકર્મનો અનુત્કૃષ્ટરસબંધ અધ્રુવ થાય છે. એ રીતે, ઘાતકર્મનો ઉત્કૃષ્ટરસબંધ અને અનુત્કૃષ્ટરસબંધ વારંવાર થતો હોવાથી સાદિ-અધુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી. .
સેમિનુ પદથી ગ્રન્થકાર ભગવંતે આયુષ્યકર્મના જઘન્યાદિ ચારે પ્રકારના રસબંધમાં સાદિ-અધ્રુવ ભાંગા કહ્યાં છે. કારણકે આયુષ્યકર્મ અધૂવબંધી છે. તેથી આયુષ્યકર્મનો બંધ સાદિ-અધ્રુવ હોવાથી આયુષ્યકર્મના ચારેપ્રકારનો રસબંધ પણ સાદિ-અધ્રુવ જ થાય છે.
( ૨૪૮)