________________
કર્મનો અનુત્કૃષ્ટરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ વેદનીયાદિ-૩ કર્મનો અનુત્કૃષ્ટરસબંધ અધ્રુવ છે. અભવ્યની અપેક્ષાએ વેદનીયાદિ-૩ કર્મનો અનુત્કૃષ્ટરસબંધ ધ્રુવ છે.
પરાવર્તમાનમધ્યમપરિણામી ૧થી૬ ગુણઠાણાવાળા જીવો વેદનીય અને નામકર્મનો જવરસબંધ ઉત્કૃષ્ટથી ૪સમય સુધી કરે છે. ત્યારપછી અવશ્ય અજઘન્યરસબંધ કરે છે. અંતર્મુહૂર્ત પછી ફરીથી તે કર્મોનો વધુમાં વધુ ૪સમય સુધી જ0રસબંધ કરીને અજઘન્યરસબંધ કરે છે. એ રીતે, વેદનીય અને નામકર્મનો જઘન્યસબંધ અને અજઘન્યરસબંધ વારંવાર થતો હોવાથી વેદનીય અને નામકર્મના તે બન્ને રસબંધ સાદિઅધ્રુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી.
- સાતમીનારકનો નારક ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. ત્યારે અનિવૃત્તિકરણના છેલ્લાસમયે નીચગોત્રનો જવરસબંધ થાય છે. તે વખતે નીચગોત્રની અપેક્ષાએ મૂળગોત્રકર્મના જ રસબંધની સાદિ થાય છે. ત્યાર બાદ ઉપશમસમ્યકત્વના પ્રથમસમયે જીવ ઉચ્ચગોનો અજઘન્યરસબંધ કરે છે. તે વખતે મૂળગોત્રકર્મનો જઘન્યરસબંધ અધ્રુવ થાય છે અને ગોત્રકર્મના અજઘન્યરસબંધની સાદિ થાય છે. તથા ઉપશમસમ્યકત્વ નહીં પામેલા અનાદિમિથ્યાદષ્ટિજીવની અપેક્ષાએ ગોત્રકર્મનો અજઘન્યરસબંધ અનાદિ છે. ભવ્યની અપેક્ષાએ ગોત્રકર્મનો અજઘન્યરસબંધ અધૃવ છે અને અભવ્યની અપેક્ષાએ ગોત્રકર્મનો અજઘન્યરસબંધ ધ્રુવ છે.
ક્ષપકશ્રેણીમાં ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો જ રસબંધ થાય છે. તે સિવાયના સર્વ કાળે ઘાતી કર્મોનો અજઘન્યરસબંધ થાય છે. તથા ક્ષપકશ્રેણીમાં ૯માગુણઠાણાના છેલ્લાસમયે મોહનીયનો જ રસબંધ થાય છે. તે સિવાય ૧થી ગુણઠાણા સુધી મોહનીયનો અજઘન્યરસબંધ થાય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૧૦માં ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાનાવરણીયાદિ-૩નો અને ૯મા ગુણઠાણાના છેલ્લાસમયે મોહનીયકર્મનો અજઘન્યરસબંધનો નાશ થયા પછી જીવ અબંધક થઈને ૧૧માં ગુણઠાણેથી પડીને ફરીથી ૧૦મા ગુણઠાણે આવે છે. ત્યારે જ્ઞાનાવરણીયાદિ-૩ કર્મનો અજઘન્યરસબંધ શરૂ કરે છે. તે વખતે
૨૪૭