________________
લીંબડાનો કે શેરડીનો ચારભાગ પ્રમાણ સ્વાભાવિકરસને ખૂબ ઉકાળીને એકભાગ જેટલો રસ રાખવામાં આવે છે. ત્યારે તેમાં કડવાશ કે મીઠાશ ચારગુણી થઇ જાય છે. તેથી તે ચતુઃસ્થાનિકરસ કહેવાય છે. દાત૦ લીંબડાનો કે શેરડીનો ૬૦૦ ગ્રામ રસ ખૂબ જ ઉકાળવાથી ત્રણભાગ=૪૫૦ ગ્રામ પાણી બળી જવાથી ફક્ત એકભાગ=૧૫૦ ગ્રામ રસ બાકી રહે છે. ત્યારે તેમાં કડવાશ કે મીઠાશ ચારગુણી થઇ જાય છે. તેથી તે ચતુઃસ્થાનિકરસ કહેવાય છે.
જેમ લીંબડાનો કે શેરડીનો સ્વાભાવિકરસ વધુને વધુ ઉકાળવાથી તીવ્ર [હિસ્થાનિક], તીવ્રતર [ત્રિસ્થાનિક] અને તીવ્રતમ [ચતુઃસ્થાનિક] થતો જાય છે. તેમ વિશુદ્ધિ વધતી જવાના કારણે શુભપ્રકૃતિમાં તીવ્ર, [દ્વિસ્થાનિક] તીવ્રતર [ત્રિસ્થાનિક] તીવ્રતમ [ચતુઃસ્થાનિક] રસબંધ થાય છે અને અશુભપ્રકૃતિમાં મંદ [ચતુઃસ્થાનિક], મંદત૨ [ત્રિસ્થાનિક] મંદતમ [દ્વિસ્થાનિક] અને અત્યંતમંદ [એકસ્થાનિક] રસબંધ થાય છે. સર્વઘાતી પ્રકૃતિનો ૨સ સર્વઘાતી :
સર્વઘાતી પ્રકૃતિમાં ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક, દ્વિસ્થાનિકરસ જ બંધાય છે. તથાસ્વભાવે જ એકસ્થાનિક રસ બંધાતો નથી. અને સર્વઘાતી
પ્રકૃતિમાં ચતુઃસ્થાનિક સસ્પÁકો, ત્રિસ્થાનિકરસસ્પર્ધકો, દ્વિસ્થાનિકરસસ્પર્ધકો સર્વઘાતી જ હોય છે. એટલે સર્વઘાતી પ્રકૃતિનો ૨સ સર્વઘાતી છે. દેશઘાતીપ્રકૃતિનો રસ સર્વઘાતી - દેશઘાતી :
દેશઘાતીપ્રકૃતિમાં ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક, દ્વિસ્થાનિક, એકસ્થાનિક રસ બંધાય છે. તથા દેશઘાતીપ્રકૃતિમાં ચતુઃસ્થાનિકરસસ્પર્ધકો અને ત્રિસ્થાનિકરસસ્પર્ધ્વકો સર્વઘાતી જ હોય છે અને દ્વિસ્થાનિકરસસ્પર્ધ્વકોમાંથી તીવ્રદ્વિસ્થાનિક સર્વઘાતી હોય છે અને મંદદ્વિસ્થાનિક દેશઘાતી હોય છે. તથા એકસ્થાનિક રસસ્પર્ધકો દેશઘાતી જ હોય છે. એટલે દેશઘાતીપ્રકૃતિનો રસ સર્વઘાતી છે. અને દેશઘાતી પણ છે. સર્વઘાતી - દેશઘાતીરસસ્પર્ધકનું સ્વરૂપ :
સર્વઘાતીરસસ્પર્શ્વકો તાંબાના વાસણની જેમ છિદ્રરહિત, ઘીની
૨૦૬