________________
નિદ્રાદ્વિક, ઉપઘાત, અશુભવર્ણાદિ-૪, હાસ્ય-રતિ, ભય-જુગુપ્સા એ-૧૧ પ્રકૃતિ અશુભ હોવાથી પોતપોતાના બંધવિચ્છેદસમયે જ૦સ્થિતિબંધ કરતી વખતે જરસબંધ થાય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાના પહેલાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી નિદ્રાદ્વિકનો જળરસબંધ કરે છે. ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી અશુભવર્ણાદિ-૪ અને ઉપઘાતનો જરસબંધ કરે છે અને ૮મા ગુણઠાણાના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સાને જ૦૨સબંધ કરે છે.
ક્ષપકશ્રેણીમાં નવમાગુણઠાણાના પાંચભાગ કરવા. તેમાં પહેલાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા પુવેદનો જ સ્થિતિબંધ કરતી વખતે જ૦૨સબંધ કરે છે. બીજાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા સંક્રોધનો જ સ્થિતિબંધ કરતી વખતે જરસબંધ કરે છે. ત્રીજાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા સંમાનનો જ સ્થિતિબંધ કરતી વખતે જ૦૨સબંધ કરે છે. ચોથાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા સંમાયાનો જ સ્થિતિબંધ કરતી વખતે જ૦રસબંધ કરે છે અને પાંચમાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા સંલોભનો જસ્થિતિબંધ કરતી વખતે જરસબંધ કરે છે.
દાનાંતરાયાદિ-૩૩ પ્રકૃતિના જઘન્યરસબંધના સ્વામી :
विग्घावरणे सुमो, मणुतिरिया सुहुमविगलतिगआउ । वेऊव्विछक्कममरा, निरया उज्जोयउरलदुगं ॥ ७१ ॥ विघ्नावरणानां सूक्ष्मः मनुष्य- तिर्यञ्चः सूक्ष्मविकलत्रिकायूंषि । वैक्रियषट्कममरा नारका उद्योतौदारिकद्विकम् ॥ ७१ ॥
ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળા જીવો અંતરાય-૫, જ્ઞાના૦૫, દર્શના૦૪નો જઘન્યરસબંધ કરે છે. તિર્યંચ-મનુષ્યો સૂક્ષ્મત્રિક, વિક્લેન્દ્રિયત્રિક, આયુષ્ય-૪, વૈક્રિયષકનો જઘન્યરસબંધ કરે છે. દેવનારકો ઉદ્યોત અને ઔદારિકક્રિકનો જઘન્યરસબંધ કરે છે.
૨૨૧