________________
તિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. તેની સાથે નીચગોત્ર જ બંધાય છે. તેથી અનિવૃત્તિકરણના છેલ્લાસમયે પણ તિર્યંચદ્ધિક અને નીચગોત્ર જ બંધાય છે. એટલે ચિત્રનં૦૧૭માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી અનિવૃત્તિકરણના છેલ્લાસમયે=૨૪મા સ્થિતિસ્થાનમાં તદ્યોગ્યવિશુદ્ધિસ્થાને રહેલો સાતમીનરકનો નારક તિર્યચકિક અને નીચગોત્રનો જવરસબંધ કરે છે.
૧થી૬ નરકના નારકો અને દેવો અનિવૃત્તિકરણના છેલ્લાસમયે મનુષ્યપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે તે વખતે ઉચ્ચગોત્ર જ બંધાય છે અને તિર્યંચ-મનુષ્યો અનિવૃત્તિકરણના છેલ્લાસમયે દેવપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે તેની સાથે ઉચ્ચગોત્ર જ બંધાય છે. એટલે તે જીવોને અનિવૃત્તિકરણના છેલ્લાસમયે તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો પ્રકૃતિબંધ ન હોવાથી રસબંધ થતો નથી. તેથી તિર્યંચદ્ધિક અને નીચગોત્રના જવરસબંધના સ્વામી સાતમી નરકના નારકો કહ્યાં છે. એકેન્દ્રિય-સ્થાવરના જવરસબંધના સ્વામી -
ઇશાનસુધીનો દેવ અને તિર્યંચ-મનુષ્યો પરાવર્તમાનમધ્યમપરિણામથી એકેન્દ્રિય અને સ્થાવરનો જÓરસબંધ કરે છે. કારણકે નારકો ભવસ્વભાવે જ એકેન્દ્રિયપ્રાયોગ્યપ્રકૃતિને બાંધતા નથી. તેથી એકેન્દ્રિય-સ્થાવરનો જવરસબંધ નરકગતિ વિના બાકીની “૩ ગતિવાળા જીવો” જ કરે છે. ચિત્રનં૦૨૨માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી...
મિથ્યાદષ્ટિ તિર્યચ-મનુષ્યો અને ઈશાનસુધીના દેવો એકેન્દ્રિયસ્થાવરના અંત:કોકો સાવ જસ્થિતિસ્થાનથી ૧૮ કોકોસા) ઉસ્થિતિબંધસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં=૨૧ થી ૩ સ્થિતિસ્થાનમાં પંચેન્દ્રિયની સાથે એકેન્દ્રિયને અને ત્રસની સાથે સ્થાવરને એક-એક અંતર્મુહૂર્ત વારાફરતી બાંધે છે. તેથી તે “પરાવર્તમાનબંધ” છે.
સમયાધિક ૧૮કોકો સા૦થી ૨૦કોકો સા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં=લલા-બીજાસ્થિતિસ્થાનમાં રહેલા ઇશાન સુધીના દેવો એ કેન્દ્રિય-સ્થાવરને જ બાંધે છે. તેથી ત્યાં એ કેન્દ્રિય-સ્થાવરનો “અપરાવર્તમાનબંધ” છે.
૪૨૩૦