________________
મનુષ્યદ્ધિકનો જ0રસબંધ કરે છે. કારણકે સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવદ્ધિકને જ બાંધે છે. મનુષ્યદ્ધિકને બાંધતા નથી. અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યદ્ધિકને જ બાંધે છે. દેવદ્ધિકને બાંધતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ દેવનારકને મનુષ્યદ્રિકનો અપરાવર્તમાનબંધ જ હોય છે. તે અપરાવર્તમાનમધ્યમપરિણામમાં વિશુદ્ધિ ઘણી હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્યદ્રિકનો જવરસબંધ કરી શકતા નથી. તેથી મનુષ્યદ્ધિકના જ રસબંધના સ્વામી મિથ્યાદષ્ટિજીવો કહ્યાં છે. સ્ત્રીવેદનપુંસકવેદના જ0રસબંધના સ્વામી -
સ્ત્રીવેદ અને નપુંસકવેદ અશુભપ્રકૃતિ હોવાથી ચારેગતિના મિથ્યાદૃષ્ટિજીવો તદ્યોગ્યવિશુદ્ધિથી સ્ત્રીવેદ અને નપુંસકવેદનો જ રસબંધ કરે છે. કારણ કે સમ્યગ્દષ્ટિજીવોને સ્ત્રીવેદ-નપુંસકવેદનો બંધ જ ન હોવાથી તે બન્નેનો જ0રસબંધ હોતો નથી. એટલે સ્ત્રીવેદનપુંસકવેદના જ રસબંધના સ્વામી મિથ્યાદષ્ટિજીવો કહ્યાં છે,
ચારેગતિના મિથ્યાદષ્ટિજીવો અતિવિશુદ્ધપરિણામે યથાપ્રવૃત્તાદિ-૩ કરણની પૂર્વેના અંતર્મુહૂર્તથી માંડીને અનિવૃત્તિકરણના છેલ્લાસમય સુધી પુત્રવેદ જ બાંધે છે. એટલે અતિવિશુદ્ધપરિણામે સ્ત્રીવેદ કે નપુંસકવેદ બંધાતા ન હોવાથી જ રસબંધ થતો નથી. તેથી તે બન્નેનો જવરસબંધ “તયોગ્યવિશુદ્ધપરિણામે” કહ્યો છે.
સામાન્યથી સ્ત્રીવેદ-નપુંસકવેદનો જવરસબંધક તત્વાયોગ્ય વિશુદ્ધ પરિણામી કહ્યો છે. પણ વિશેષથી નપુંસકવેદના જ૦રસબંધકથી સ્ત્રીવેદનો જવરસબંધક વિશુદ્ધતર પરિણામી હોય છે. શુભવિહાયોગત્યાદિ ૯ના જ રસબંધના સ્વામી :
ચારગતિના મિથ્યાદષ્ટિજીવો પરાવર્તમાનમધ્યમપરિણામથી શુભાશુભવિહાયોગતિ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુઃસ્વર, આદેય-અનાદેય, ૬ સંઘયણ-૬સંસ્થાન અને ઉચ્ચગોત્રનો જ રસબંધ કરે છે. કારણકે સમ્યગૃષ્ટિજીવો શુભવિહાયોગતિ, સુભગત્રિક, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન અને ઉચ્ચગોત્રને જ બાંધે છે. તેની પ્રતિપક્ષી અશુભવિહાયોગતિ, દુર્ગભત્રિક,
* ૨૩૮