________________
શાતાદિ-૧૫ પરાવર્તમાન શુભપ્રકૃતિ અતિસંકિલષ્ટપરિણામે બંધાતી . નથી અને અશાતાદિ-૨૮ પરાવર્તમાન અશુભપ્રકૃતિ અતિવિશુદ્ધપરિણામે બંધાતી નથી. તેથી શાતા-અશાતાદિ શુભાશુભપ્રકૃતિનો જવરસબંધ અતિસંક્લિષ્ટ કે અતિવિશુદ્ધપરિણામે થતો નથી એટલે તે પ્રકૃતિનો જવરસબંધ મધ્યમપરિણામે જ થાય છે. મધ્યમપરિણામ પણ-૨ પ્રકારે છે. (1) પરાવર્તમાનમધ્યમપરિણામ અને (2) અપરાવર્તમાનમધ્યમપરિણામ... . (1) જે મધ્યમપરિણામથી પ્રથમઅંતર્મુહૂર્તમાં શાતા બંધાય, બીજા અંતર્મુહૂર્તમાં અશાતા બંધાય, ત્રીજા અંતર્મુહૂર્તમાં શાતા બંધાય. એ રીતે, એક-એક અંતર્મુહૂર્તે શાતા-અશાતા વારાફરતી બંધાય છે, તે પરીવર્તમાનમધ્યમપરિણામ કહેવાય.
(2) જે મધ્યમપરિણામથી પ્રથમ અંતર્મુહૂર્તમાં શાતા બંધાય અને બીજા અંતર્મુહૂર્તમાં પણ શાતા જ બંધાય છે, તે અવસ્થિતમધ્યમપરિણામ અથવા અપરાવર્તમાનમધ્યમપરિણામ કહેવાય.
અપરાવર્તમાનમધ્યમપરિણામે શાતા-અશાતાદિનો જવરસબંધ થતો નથી. કારણ કે શુભ અપરાવર્તમાનમધ્યમપરિણામમાં વિશુદ્ધિ ઘણી હોવાથી શાતાદિશુભપ્રકૃતિના જવરસબંધને યોગ્ય સંક્લેશ હોતો નથી અને અશુભ અપરાવર્તમાનમધ્યમપરિણામમાં સંક્લિષ્ટતા ઘણી હોવાથી અશુભપ્રકૃતિના જવરસબંધને યોગ્ય વિશુદ્ધિ હોતી નથી તેથી અપરાવર્તમાનમધ્યમપરિણામે શાતા-અશાતાદિનો જ રસબંધ થતો નથી. એટલે શાતા-અશાતાદિનો જવરસબંધ પરાવર્તમાનમધ્યમપરિણામે કહ્યો છે.
ચિત્રનં૦૩માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... ૮માગુણઠાણા સુધીના અસંખ્ય સ્થિતિસ્થાનો=૫૧ સ્થિતિસ્થાન સમજવા... તેમાં ૧લા સ્થિતિસ્થાને રહેલા જીવો ૨૦ કોકોસાસ્થિતિબંધ કરે છે. પછી ઉપર ચઢતી વખતે એક-એક સ્થિતિસ્થાને એક-એક કોકોસા સ્થિતિબંધ ઘટવાથી ૨૦માં સ્થિતિસ્થાને રહેલા જીવો ૧ કોકો સાવ સ્થિતિબંધ કરે છે અને ૨૧ થી ૫૧ સુધીના સ્થિતિસ્થાને રહેલા જીવો અંતઃકો૦કોસાસ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો...