________________
* ૩ જાસ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાદષ્ટિજીવો તદ યોગ્યસંક્લેશથી પાંચમાસંઘયણ અને
પાંચમાસંસ્થાનનો ઉ5સ્થિતિબંધ કરતી વખતે ઉછેરસબંધ કરે છે. * ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો અતિસંક્લેશથી જ્ઞાના૦૫+ દર્શના૦૯+ અશાતા+ મોહનીય-રર [મિથ્યાત્વ, ૧૬કષાય, શોક-અરતિ, ભય-જુગુપ્સા, નપુંવેદ]+ નામ-૧૩ [અશુભવર્ણાદિ-૪ ઉપઘાત, હુંડક, અશુભવિહાવે, અસ્થિરાદિ-૬]+ નીચગોટા+અંતરાય-૫=૫૬ અશુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે. મનુષ્યદ્રિકાદિ-પના ઉવરસબંધના સ્વામી :
મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક, વજઋષભનારાચસંઘયણ એ-૫ પ્રકૃતિ શુભ હોવાથી સમ્યગ્દષ્ટિદેવો તે પ્રકૃતિનો જ સ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે. કારણકે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે. પણ તે જીવોને ઉ૦વિશુદ્ધિ હોતી નથી. અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યોને ઉ0વિશુદ્ધિ હોય છે. પણ તે જીવો દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિને બાંધે છે. મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતા ન હોવાથી મનુષ્યદ્ધિકાદિપનો ઉવરસબંધ કરતા નથી. અને સમ્યગ્દષ્ટિનારકો મનુષ્યપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે પણ તેના કરતાં સમ્યગ્દષ્ટિદેવોને વિશુદ્ધિ ઘણી હોય છે. કારણકે સમ્યગ્દષ્ટિદેવોને તીર્થકર ભગવંતની સમૃદ્ધિ, પરિવાર, દેશના વગેરેના દર્શન-શ્રવણથી કે નંદીશ્વરદ્વીપમાં શાશ્વત જિનાલયના દર્શનાદિથી જે વિશુદ્ધ પરિણામ આવે છે. એવા વિશુદ્ધપરિણામ નારકોને આવતા નથી. તેથી તદ્યોગ્યવિશુદ્ધપરિણામવાળા સમ્યગ્દષ્ટિદેવો જ મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને વજૂઋષભનારાચસંઘયણનો ૧ કે ૨ સમય સુધી ઉ૦રસબંધ કરે છે.
પેજનં ૧૯૬માં કહ્યા મુજબ ૨ સમયવાળા ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા જીવને વધુમાં વધુ ૨ સમય સુધી ઉ૦રસબંધનો અધ્યવસાય હોય છે. તેથી તે જીવ વધુમાં વધુ ૨ સમય સુધી મનુષ્યદ્ધિકાદિ-પનો ઉ૦રસબંધ કરી શકે છે.
K૨૧૬