________________
ચતુઃસ્થાનિક૨સ બંધાય છે. કારણ કે શુભપ્રકૃતિમાં અને સર્વઘાતીપ્રકૃતિમાં તથાસ્વભાવે જ એકસ્થાનિક૨સ બંધાતો નથી. અને અશુભપ્રકૃતિમાં પણ નવમાગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગે અત્યંતવિશુદ્ધિથી એકસ્થાનિક રસબંધ થાય છે. તે વખતે જ્ઞાના૦૫, દર્શના૦૪, સં૦૪, પુવેદ, અંતઃ૦૫ એ-૧૯ અશુભપ્રકૃતિ બંધાય છે. તેમાંથી કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય સર્વઘાતી છે તેથી તેમાં દ્વિસ્થાનિક૨સ બંધાય છે. એટલે ૧૭ અશુભપ્રકૃતિમાં જ એકસ્થાનિક રસબંધ થાય છે.
શંકા:- શુભપ્રકૃતિમાં એકસ્થાનિકરસબંધ કેમ ન થાય?
સમાધાનઃ- મિથ્યાર્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો નરકપ્રાયોગ્યપ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે શુભપ્રકૃતિનો અત્યંતમંદરસબંધ કરે છે. તે વખતે શુભપ્રકૃતિના એકસ્થાનિક રસબંધનો સંભવ છે. પણ તે વખતે અતિસંક્લિષ્ટપરિણામ હોવાથી શુભપ્રકૃતિનો બંધ હોતો નથી. અને મધ્યમપરિણામે શુભપ્રકૃતિમાં દ્વિસ્થાનિકરસ બંધાય છે. જો કે અતિસંક્લેશથી નરકપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતી વખતે વૈક્રિયદ્ઘિક, તૈશરીર, કાશરીર, પંચેન્દ્રિયજાતિ વગેરે બંધાય છે. પણ તે શુભપ્રકૃતિમાં તથાસ્વભાવે જ બેઠાણિયો રસ બંધાય છે. એકસ્થાનિક રસ બંધાતો નથી. એટલે કોઇપણ શુભપ્રકૃતિમાં એકસ્થાનિક રસબંધ થતો નથી.
એકસ્થાનિકાદિ રસનું અલ્પબહુત્વ :
એકસ્થાનિક રસથી દ્વિસ્થાનિકરસ અનંતગુણ છે. તેનાથી ત્રિસ્થાનિકરસ અનંતગુણ છે તેનાથી ચતુઃસ્થાનિકસ અનંતગુણ છે.
એકસ્થાનિકાદિ રસબંધનું સ્વરૂપઃनिंबुच्छुरसो सहजो, दुतिचउभागकड्डिइक्कभागंतो । इगठाणाइ असुहो, असुहाण सुहो सुहाणं तु ॥ ६५ ॥ निम्बेक्षुरसः सहज: द्वि- त्रि- चतुर्भागक्वथितैकभागान्तः । एकस्थानिकादिरशुभः, अशुभानां शुभः शुभानां तु ॥ ६५॥
૨૦૪