________________
ઉદ્યોતાદિ-૭૫ પ્રકૃતિના ઉ0રસબંધના સ્વામી :तमतमगा उज्जोयं, सम्मसुरा मणुय उरलदुगवइरं ।। अपमत्तो अमराउं, चउगइमिच्छा उ सेसाणं ॥ ६८॥ तमस्तमा उद्योतस्य सम्यक्सुराः मनुजौदारिकद्विकवज्राणाम् । अप्रमत्तः अमरायुषः चतुर्गतिमिथ्यादृष्टयस्तु शेषाणाम् ॥ ६८॥
ગાથાર્થ - તમતમા નામની સાતમી નરકમાં રહેલ નારકો ઉદ્યોતનો ઉ૦રસબંધ કરે છે. સમ્યગ્દષ્ટિદેવો મનુષ્યદ્ધિક, ઔદારિકટ્રિક અને વજઋષભનારાચસંઘયણનો ઉ૦રસબંધ કરે છે અને અપ્રમત્તમુનિદેવાયુનો ઉ૦રસબંધ કરે છે. બાકીની પ્રકૃતિનો ઉછેરસબંધ ચારેગતિના મિથ્યાષ્ટિ જીવો કરે છે.
વિવેચન - ઉપશમસમ્યકત્વની સન્મુખ થયેલા સાતમી નરકના નારકો અનિવૃત્તિકરણના છેલ્લા સમયે ઉદ્યોતનો જળસ્થિતિબંધ કરે છે. કારણકે મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ જે વિશુદ્ધ અધ્યવસાયથી બંધાય છે. એવો વિશુદ્ધ અધ્યવસાય સાતમી નરકમાં રહેલા નારકોને પહેલા-બીજા-ગુણઠાણે આવતો નથી. તેથી તે જીવો પહેલા-બીજાગુણઠાણે મનુષ્ય પ્રાયોગ્યપ્રકૃતિ બાંધી શકતા નથી. એટલે તે જીવો પહેલા-બીજાગુણઠાણે તિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. તેથી ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ વખતે યથાપ્રવૃત્તાદિ-૩ કરણમાં પણ તિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિ બંધાય છે તેની સાથે કેટલાક સાતમીનરકના નારકો ઉદ્યોતનામકર્મને પણ બાંધે છે અને મિથ્યાત્વની સન્મુખ થયેલા સાસ્વાદની કરતાં ઉપશમસમ્યકત્વની સન્મુખ થયેલા મિથ્યાષ્ટિને વિશુદ્ધિ ઘણી હોય છે. તેથી અનિવૃત્તિકરણના છેલ્લાસમયે સાતમી નરકના નારકો ઉદ્યોતનામકર્મનો જ0સ્થિતિબંધ કરે છે. એટલે ચિત્રનં૦૧૭માં બતાવ્યા મુજબ અસત કલ્પનાથી અનિવૃત્તિકરણના છેલ્લાસમયે=૨૪મા સ્થિતિસ્થાનમાં ઉછરસબંધના અધ્યવસાયસ્થાને રહેલો સાતમી નરકનો નારક તદ્યોગ્યવિશુદ્ધિથી ઉદ્યોતનો ઉછેરસબંધ કરે છે. ૧થી૬ નરકના નારકો અને દેવો અનિવૃત્તિકરણના છેલ્લાસમયે
૨૧૪)