________________
૨૦ગ્રામ, ૩ ગ્રામ, ૪૦ગ્રામાદિ વધુને વધુ પાણી નાંખવાથી તે રસમાં કડવાશ મંદ-મંદતરાદિ થતી જાય છે. એટલે કડવાશની તરતમતાના કારણે લીંબડાનો એકઠાણિયોરસ પણ અનેક પ્રકારે થાય છે. તેમ નવમાગુણઠાણાના છેલ્લા સંખ્યાતમાભાગથી ૧૦મા ગુણઠાણા સુધી સંઇકષાયનો ઉદય મંદ-મંદ થતો જાય છે. એટલે સંકષાયોદયની તરતમતાના કારણે ૧૭ અશુભપ્રકૃતિનો એકઠાણિયોરસ પણ મંદમંદતરાદિ અનેક પ્રકારે થાય છે.
એ જ રીતે, લીંબડાના બે-ત્રણ-ચારઠાણિયા રસમાં પણ ૧૦ગ્રામ, ૨૦ગ્રામ, ૩૦ગ્રામ, ૪૦ગ્રામ, વગેરે વધુને વધુ પાણી નાંખવાથી તે તે રસમાં કડવાશ ઓછી-ઓછી થતી જાય છે. એટલે કડવાશની તરતમતાના કારણે લીંબડાનો બે-ત્રણ-ચારઠાણિયોરસ પણ અનેકપ્રકારે થાય છે. તેમ પ્રત્યાખ્યાનીયાદિકષાયનો ઉદય મંદ-મંદ થતો જવાના કારણે અશુભપ્રકૃતિનો બે-ત્રણ-ચારઠાણિયોરસ પણ મંદ-મંદતરાદિ અનેકપ્રકારે થાય છે.
એ જ રીતે, શેરડીના ચાર-ત્રણ-બેઠાણિયારસમાં ૧૦ગ્રામ, ૨૦ગ્રામ, ૩ ગ્રામ, ૪૦ગ્રામાદિ વધુને વધુ પાણી નાંખવાથી તે રસમાં મીઠાશ ઓછી-ઓછી થતી જાય છે. એટલે મીઠાશની તરતમતાના કારણે શેરડીનો ચાર-ત્રણ બેઠાણિયોરસ અનેકપ્રકારે થાય છે. તેમ સંજ્વલનાદિ કષાયનો ઉદય તીવ્ર-તીવ્રતરાદિ થતો જવાના કારણે શુભપ્રકૃતિનો ચારત્રણ-બેઠાણિયો રસ પણ મંદ-મંદતરાદિ અનેક પ્રકારે થાય છે. શુભાશુભપ્રકૃતિમાં એકસ્થાનિકાદિ રસબંધ :
બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુ- . દર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, સંજવલનકષાય-૪, પુત્રવેદ, અંતરાય-પ એ-૧૭ પ્રકૃતિમાં એકસ્થાનિક, ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુઃસ્થાનિકરસ બંધાય છે. બાકીની ૧૦૩ પ્રકૃતિમાં દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને
૨૦૩