________________
ચતુઃસ્થાનિકાદિરસબંધઃ
પર્વતની રેખામાન અનંતાનુબંધીના ઉદયથી અશુભપ્રકૃતિમાં ચતુઃસ્થાનિકરસ અને શુભપ્રકૃતિમાં દ્રિસ્થાનિકરસ બંધાય છે. પૃથ્વીની રેખામાન અપ્રત્યાખ્યાનીયના ઉદયથી શુભ અને અશુભપ્રકૃતિમાં ત્રિસ્થાનિકરણ બંધાય છે. રેતીમાં પડેલી રેખાસમાન પ્રત્યાખ્યાનીયના ઉદયથી અશુભપ્રકૃતિમાં ક્રિસ્થાનિકરસ અને શુભપ્રકૃતિમાં ચતુઃસ્થાનિકરણ બંધાય છે અને પાણીમાં પડેલી રેખા સમાન સંજવલન કષાયના ઉદયથી અશુભપ્રકૃતિમાં એકસ્થાનિકરસ અને શુભપ્રકૃતિમાં તીવ્રચતુઃસ્થાનિકરણ બંધાય છે.
ચિત્રનં૦૧૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... * પહેલા-બીજાગુણઠાણામાં અનંતાનુબંધીના ઉદયથી ૧ થી ૨૭ સુધીના
સ્થિતિસ્થાનમાં અશુભપ્રકૃતિનો ચતુઃસ્થાનિક અને શુભપ્રકૃતિનો ક્રિસ્થાનિકરસ બંધાય છે. ત્રીજા-ચોથાગુણઠાણામાં અપ્રત્યાખ્યાનીયના ઉદયથી ૨૮ થી ૩૫ સુધીના સ્થિતિસ્થાનમાં અશુભપ્રકૃતિનો ત્રિસ્થાનિક અને શુભપ્રકૃતિનો પણ ત્રિસ્થાનિકરણ બંધાય છે. પાંચમા ગુણઠાણામાં પ્રત્યાખ્યાનીયના ઉદયથી ૩૬ થી ૩૯ સુધીના સ્થિતિસ્થાનમાં અશુભપ્રકૃતિનો દ્રિસ્થાનિકરસ અને શુભપ્રકૃતિનો
ચતુઃસ્થાનિકરસ બંધાય છે. * છઠ્ઠા ગુણઠાણાથી નવમાં ગુણઠાણાનો છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે
ત્યાં સુધીના ૪૦ થી પપ સ્થિતિસ્થાનમાં સંજ્વલનના ઉદયથી અશુભ
પ્રકૃતિનો મંદદિસ્થાનક અને શુભપ્રકૃતિનો ચતુઃસ્થાનિકરણ બંધાય છે. * નવમાગુણઠાણાના છેલ્લા સંખ્યામાભાગથી ૧૦માં ગુણઠાણા સુધીના
પ૬ થી ૬૦ સ્થિતિસ્થાનમાં સંજવલનના ઉદયથી અશુભપ્રકૃતિનો એકસ્થાનિકરસ અને શુભપ્રકૃતિનો ચતુઃસ્થાનિકાસ બંધાય છે.
૨૦૧