________________
એ પ્રમાણે, યોગસ્થાનકમાં ૪ પ્રકારે વૃદ્ધિ અને ૪ પ્રકારે હાનિ થાય છે તે તે યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી પણ સૂચિશ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્પદ્ધકો કે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ જ વીર્યાણુ હોય છે તેથી અનંતભાગવૃદ્ધિ કે અનંતગુણવૃદ્ધિ અને અનંતભાગહાનિ કે અનંતગુણહાનિ થતી નથી. યોગની હાનિ-વૃદ્ધિનો કાળ -
ગ્રંથકાર ભગવંતે કહ્યાં મુજબ અપર્યાપ્તા જીવને પ્રતિસમયે અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્ત અવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી] અસંખ્યગુણવૃદ્ધિવાળો યોગ હોય છે.
એ જ રીતે, પર્યાપ્ત જીવ પણ વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ થવાથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે અસંખ્યગુણાધિક યોગવાળો હોઈ શકે છે.
અસકલ્પનાથી અંતમુહૂર્ત-૪ સમય માનવામાં આવે, તો.. નામના પર્યાપ્તા જીવને પ્રથમસમયે અસંખ્યગુણ અધિક યોગ હોય છે. તેનાથી બીજા સમયે અસંખ્યગુણ અધિક યોગ હોય છે. ' તેનાથી ત્રીજા સમયે અસંખ્ય ગુણ અધિક યોગ હોય છે. તેનાથી ચાથાસમયે અસંખ્યગુણ અધિક યોગ હોય છે.
એ રીતે, અંતર્મુહૂર્ત-૪ સમય સુધી દર, સમય અસંખ્યગુણવૃદ્ધિવાળો યોગ હોય છે. એટલે કે પર્યાપ્યો જીવ ચિત્ર નં૦૧૦માં બતાવ્યા મુજબ નીચેથી ઉપરના પોતાને યોગ્ય અસંખ્યગુણવૃદ્ધિવાળા યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી નિરંતર જઈ શકે છે. પછી તે જીવ અવશ્ય બીજી કોઈ પણ વૃદ્ધિ કે હાનિવાળા યોગસ્થાનકમાં જાય છે.
એ જ રીતે, પર્યાપ્યો જીવ વીયતરાયકર્મનો ક્ષયોપશમ મંદ, મંદતર, કે મંદતમ થવાથી ચિત્રનં૦૧૦માં બતાવ્યા મુજબ ઉપરથી નીચેના પોતાને યોગ્ય અસંખ્યગુણહાનિવાળા યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
" ૧૭૬T