________________
રસાવિભાગ [રસાણ] :
કેવલીભગવંતની બુદ્ધિરૂપ શસ્ત્રથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એવા રસના સૂક્ષ્મઅંશને રસાવિભાગ, રસાણ, કે રસપલિચ્છેદ કહે છે.
કષાયોદયવાળો કોઇપણ જીવ એક જ સમયે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાભાગ જેટલા પરમાણુઓથી બનેલા અનંતા કાર્મણકંધોને ગ્રહણ કરે છે. તે દરેક કાર્મણકંધોમાં રસ ઓછો-વધતો ઉત્પન્ન થાય છે. તેથી રસાણની વર્ગણા અને વર્ગણાનું સ્પર્ધ્વક થાય છે. રસવર્ગણા :
સરખેસરખા રસાણુવાળા પુદ્ગલોના સમૂહને “વર્ગણા” કહે છે.
એક જ કર્મપુદ્ગલમાં ઓછામાં ઓછા સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ હોય છે. એટલે સર્વજીવરાશિથી અનંતગુણરસાણુવાળા કર્મપુગલના સમૂહની “પ્રથમવર્ગણા” થાય છે. તેનાથી એક અધિક રસાણવાળા પુગલના સમૂહની “બીજીવર્ગણા” થાય છે. તેનાથી એક અધિક રસાણુવાળા પુદ્ગલના સમૂહની “ત્રીજીવણા” થાય છે. એ રીતે, એકએક અધિક રસાણુવાળા પુદ્ગલના સમૂહની ચોથી, પાંચમી વગેરે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓ થાય છે. રસસ્પદ્ધક :. જેમાં વર્ગણાઓ એક-એક રસાણની વૃદ્ધિ દ્વારા સ્પર્ધા કરતી હેય, તે “રસસ્પદ્ધક” કહેવાય.
ઉપર કહ્યાં મુજબ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાભાગ જેટલી વર્ગણાના સમૂહને “પ્રથમ રસસ્પદ્ધક” કહે છે. ત્યાર પછી પહેલા રસસ્પદ્ધકની છેલ્લી વર્ગણામાં જેટલા રસાણ હોય, તેનાથી એક, બે, ત્રણ, ચાર, સંખ્યાત કે અસંખ્યાત અધિક રસાણુવાળા કર્મપુદ્ગલો હોતા નથી. પરંતુ સર્વજીવરાશિથી અનંતગુણ અધિક રસાણુવાળા પુદ્ગલો હોય છે, તેથી પહેલા રસસ્પદ્ધકની છેલ્લી વર્ગણામાં જેટલા રસાણ હોય. તેનાથી સર્વજીવરાશિથી અનંતગુણ અધિક રસાણુવાળા પુદ્ગલોના સમૂહની બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થાય છે. તેનાથી
૧૯૧