________________
ઉસ્થિતિસ્થાન સુધી પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાનથી પછી પછીના સ્થિતિસ્થાને ક્રમશઃ વિશેષાધિક-વિશેષાધિક રસબંધના અધ્યવસાયો હોય છે.
ચિત્રનં૦૧૧માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી જળસ્થિતિસ્થાનથી ઉસ્થિતિસ્થાન સુધીના અસંખ્યસ્થિતિસ્થાનો = ૬૦ સ્થિતિસ્થાન. અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયો=૧૦ અધ્યવસાય.
વિશેષાધિક=૧માનવામાં આવે, તો... ૬૦મા જઇસ્થિતિસ્થાનથી પરમા સ્થિતિસ્થાન સુધીના એક-એક સ્થિતિસ્થાને એક-એક જ રસબંધનો અધ્યવસાય હોય છે. એટલે ૬૦થી પર સુધીના કુલ- ૯ સ્થિતિસ્થાને ૯ રસબંધના અધ્યવસાય હોય છે. તે ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ હોય છે. તેથી તે અધ્યવસાયોની આકૃતિ ચિત્રનં૦૧૧માં બતાવ્યા મુજબ ક્રમશ: મોટા મોટા. “મોતીની માળાની શેર” જેવી થાય છે. ત્યારબાદ ૮માં ગુણઠાણાના છેલ્લા= ૫૧મા સ્થિતિસ્થાને અસંખ્યલોકાકાશપ્રદેશ=૧૦થી૧૯ સુધીના ૧૦ રસબંધના અધ્યવસાય હોય છે. ૫૦મા સ્થિતિસ્થાને ૨૦થી૩૦ સુધીના ૧૧ રસબંધના અધ્યવસાય હોય છે. ૪૯મા સ્થિતિસ્થાને ૩૧થી૪૨ સુધીના ૧૨ રસબંધના અધ્યવસાય હોય છે. ૪૮માં સ્થિતિસ્થાને ૪૩થીપપ સુધીના ૧૩ રસબંધના અધ્યવસાય હોય છે.
એ રીતે, એક એક સ્થિતિસ્થાને વિશેષાધિક=૧ રસબંધનો અધ્યવસાય વધવાથી ૧લા ઉસ્થિતિસ્થાને ૧૭૩૫ થી ૧૭૯૪ સુધીના કુલ ૬૦ રસબંધના અધ્યવસાય હોય છે. તેથી તે અધ્યવસાયોની આકૃતિ ચિત્રHO૧૧માં બતાવ્યા મુજબ “વિષમચતુરસ્ત્ર” થાય છે.
શુભપ્રકૃતિમાં ઉસ્થિતિસ્થાને થોડા [અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા] રસબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી સમયજૂન ઉસ્થિતિસ્થાનમાં વિશેષાધિક હોય છે. તેનાથી બે સમયજૂન ઉ0સ્થિતિસ્થાનમાં વિશેષાધિક હોય છે.
એ રીતે, ઉસ્થિતિસ્થાનથી જઘન્યસ્થિતિસ્થાન તરફ જતાં પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાનથી પછી પછીના સ્થિતિસ્થાને ક્રમશઃ વિશેષાધિકવિશેષાધિક રસબંધના અધ્યવસાયો હોય છે.