________________
કેટલાક રસસ્થાનોમાં અસંખ્યાતભાગહીન રસસ્પદ્ધકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં સંખ્યાતભાગહીન રસસ્પદ્ધકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં સંખ્યાતગુણહીન રસસ્પદ્ધકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં અસંખ્યાતગુણહીન રસસ્પદ્ધકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં અનંતગુણહીન રસસ્પદ્ધકો હોય છે. એટલે કર્મપુદ્ગલોમાં રસની વૃદ્ધિ અનંતભાગાદિ-૬ પ્રકારે થાય છે અને રસની હાનિ પણ અનંતભાગાદિ-૬ પ્રકારે થાય છે. એ-૬ પ્રકારની હાનિવૃદ્ધિને શાસ્ત્રમાં છઠાણવડિયા [ષસ્થાનપતિત) કહે છે. એટલે રસસ્થાનો ષસ્થાનપતિત” છે.
રસસ્થાનક એ કાર્ય છે તેનું કારણ રસબંધનો અધ્યવસાય છે. એકજીવને એકસમયે એક જ રસબંધનો અધ્યવસાય હોય છે. પરંતુ ત્રિકાળવાર્તા અનેકજીવની અપેક્ષાએ એકસ્થિતિસ્થાને અસંખ્યલોકકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાય હોય છે. સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો -
નવમા-દશમા ગુણઠાણામાં કોઈપણ સ્થિતિસ્થાને ત્રિકાળવત અનેકજીવોને એકસરખો જ પરિણામ હોય છે. તેથી એક-એક સ્થિતિસ્થાને એક-એક જ રસબંધનો અધ્યવસાય હોય છે.
૮માગુણઠાણાથી પહેલાગુણઠાણા સુધી દરેક સ્થિતિસ્થાને અને કજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયો હોય છે. કારણકે એક જ વેશ્યા તીવ્ર-મંદાદિ તરતમતાના કારણે અસંખ્ય પ્રકારે હોય છે. તેથી એકસ્થિતિસ્થાને રહેલા દરેક જીવને રસબંધનો અધ્યવસાય જુદો જુદો પણ હોય છે. દાત) ૮માગુણઠાણાના છેલ્લા સ્થિતિસ્થાને રહેલા ૧૦ જીવો શુક્લલેશ્યાવાળા હોવા છતાં પણ તે દરેક જીવને શુક્લલેશ્યા તરતમતાવાળી હોવાથી દરેકને રસબંધનો અધ્યવસાય જુદો જુદો હોય છે. અશુભપ્રકૃતિમાં ૮મા ગુણઠાણાના છેલ્લા સ્થિતિસ્થાનથી
K૧૯૭