________________
ચિત્રનં૦૧૨માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... શુભપ્રકૃતિમાં ૧લા ઉસ્થિતિસ્થાને ૧૦ રસબંધના અધ્યવસાય હોય છે. બીજા સ્થિતિસ્થાને ૧૧ થી ૨૧ સુધીના ૧૧ રસબંધના અધ્યવસાય હોય છે. ૩જા સ્થિતિસ્થાને ૨૨ થી ૩૩ સુધીના ૧૨ રસબંધના અધ્યવસાય હોય છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને વિશેષાધિક=૧ રસબંધનો અધ્યવસાય વધવાથી ૮મા ગુણઠાણાના છેલ્લા=૫૧મા સ્થિતિસ્થાને ૧૭૨૬થી ૧૭૮૫ સુધીના કુલ ૬૦ રસબંધના અધ્યવસાયો હોય છે તેથી તે અધ્યવસાયોની આકૃતિ “વિષમચતુરસ્ત્ર” થાય છે. અને નવમાદશમાં ગુણઠાણામાં પર થી ૬૦ સુધીના સ્થિતિસ્થાને એક-એક જ રસબંધનો અધ્યવસાય હોય છે તે ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ હોય છે. તેથી તે અધ્યવસાયોની આકૃતિ ક્રમશઃ મોટા મોટા “મોતીની માળાની શેર” જેવી થાય છે. શુભપ્રકૃતિના કુલ ૧૭૮૫e=૧૭૯૪ રસબંધના અધ્યવસાયો છે. સંક્લેશસ્થાનો-વિશુદ્ધિસ્થાનો -
અશુભપ્રકૃતિમાં જઘન્યરસબંધના અધ્યવસાયથી ઉત્કૃષ્ટરસબંધના અધ્યવસાય સુધીના ૧૭૯૪ રસબંધના અધ્યવસાયો છે અને શુભપ્રકૃતિમાં પણ જઘન્યરસબંધના અધ્યવસાયથી ઉત્કૃષ્ટરસબંધના અધ્યવસાય સુધીના ૧૭૯૪ રસબંધના અધ્યવસાયો છે. પણ તે અશુભથી ઉલ્ટા ક્રમે છે. એટલે ચિત્રનં૦૧૨માં બતાવ્યા મુજબ શુભપ્રકૃતિમાં ૧લા જવરસબંધના અધ્યવસાયથી છેલ્લા ૧૭૯૪મા ઉ૦રસબંધના અધ્યવસાય તરફ જતાં પૂર્વ પૂર્વના રસબંધના અધ્યવસાયથી પછી પછીના રસબંધના અધ્યવસાયમાં વિશુદ્ધિ વધતી જાય છે અને ચિત્રનં૦૧૧માં બતાવ્યા મુજબ અશુભપ્રકૃતિમાં છેલ્લા ૧૭૯૪મા રસબંધના અધ્યવસાયથી ૧લા જ૦રસબંધના અધ્યવસાય તરફ જતાં પૂર્વ પૂર્વના રસબંધના અધ્યવસાયથી પછી પછીના રસબંધના અધ્યવસાયમાં વિશુદ્ધિ વધતી જાય છે. તેથી એ રસબંધના અધ્યવસાયો જ “વિશુદ્ધિસ્થાનો” બની જાય છે. પરંતુ બીજું ગુણઠાણું પડતી વખતે જ હોય છે. ચઢતી વખતે હોતું નથી.
F૧૯૯T