________________
તેથી બીજાગુણઠાણામાં રહેલા રસબંધના અધ્યવસાયો સંક્લેશસ્થાનો જ બને છે. વિશુદ્ધિસ્થાનો બનતા નથી.
એ જ રીતે, ચિત્રનં૦૧રમાં બતાવ્યા મુજબ શુભપ્રકૃતિના છેલ્લા ૧૭૯૪માં રસબંધના અધ્યવસાયથી ૧લા જ રસબંધના અધ્યવસાય તરફ આવતાં પૂર્વ પૂર્વના રસબંધના અધ્યવસાયથી પછી પછીના રસબંધના અધ્યવસાયમાં સંક્લિષ્ટતા વધતી જાય છે. અને ચિત્રનં૦૧૧માં બતાવ્યા મુજબ અશુભપ્રકૃતિના ૧લા જવરસબંધના અધ્યવસાયથી છેલ્લા ૧૭૯૪મા ઉ૦રસબંધના અધ્યવસાય તરફ આવતાં પૂર્વ પૂર્વથી પછી પછીના રસબંધના અધ્યવસાયમાં સંકિલષ્ટતા વધતી જાય છે. તેથી એ રસબંધના અધ્યવસાયો જ “સંક્લેશસ્થાનો” બને છે. પરંતુ ક્ષેપકને ક્ષપકશ્રેણીમાંથી પડવાનું હોતું નથી તેથી ક્ષપકશ્રેણીગતઅધ્યવસાયો માત્ર વિશુદ્ધિસ્થાનો જ બને છે. સંક્લેશસ્થાનો બનતાં નથી તેથી સંક્લેશસ્થાનો કરતાં વિશુદ્ધિસ્થાનો થોડા વધારે હોય છે. શુભાશુભકર્મપ્રકૃતિમાં રસબંધની તીવ્ર-મંદતા
ચિત્રનં૦૧૩માં બતાવ્યા મુજબ અસત્ કલ્પનાથી...” નામનો માણસ નીચેથી ઉપરના ગુણઠાણે જતી વખતે તે તે સ્થિતિસ્થાનનો સ્પર્શ કરતો કરતો ઉપર ચઢતો હોય છે. ત્યારે કષાયોદય મંદ થવાથી વિશુદ્ધિ વધતી જવાના કારણે અશુભપ્રકૃતિમાં રસ ઓછો-ઓછો બંધાય છે અને શુભપ્રકૃતિમાં રસ વધારે-વધારે બંધાય છે અને ઉપરથી તે તે સ્થિતિસ્થાનનો સ્પર્શ કરતો કરતો જીવ નીચેના ગુણઠાણે આવી રહ્યો હોય છે. ત્યારે કષાયોદયતીવ્ર થવાથી સંક્લેશ વધતો જવાના કારણે અશુભપ્રકૃતિમાં રસ વધારે-વધારે બંધાય છે અને શુભપ્રકૃતિમાં રસ ઓછો-ઓછો બંધાય છે. એટલે ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમયે=૬૦મા સ્થિતિસ્થાને રહેલા મહાત્મા અતિવિશુદ્ધિથી અશુભપ્રકૃતિનો જવરસબંધ કરે છે અને શુભપ્રકૃતિનો ઉ૦રસબંધ કરે છે. તથા ૧લા ઉસ્થિતિસ્થાને રહેલો માણસ અતિસંક્લેશથી અશુભપ્રકૃતિનો ઉ૦રસબંધ કરે છે અને શુભપ્રકૃતિનો જ રસબંધ કરે છે.
* ૨૦૦D