________________
એક વધારે રસાણુવાળા પુલના સમૂહની બીજીવર્ગણા થાય છે. તેનાથી એક વધારે રસાણુવાળા પુદ્ગલના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે.
એ રીતે, એક-એક અધિક રસાણુવાળા પુદ્ગલના સમૂહની અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિથી અનંતમાભાગ જેટલી વર્ગણાના સમૂહનું “બીજું રસસ્પદ્ધક” થાય છે.
એ રીતે, અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિથી અનંતમાભાગ જેટલા પદ્ધકોનું “પ્રથમ [સર્વજઘન્ય] રસસ્થાનક” થાય છે. રસસ્થાનક :
કોઇપણ જીવે એક જ સમયે ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમાં જેટલા રસાણ હોય છે. તેટલા રસાણના સમૂહને “એક રસસ્થાનક” કહે છે. અસત્કલ્પનાથી સર્વજીવરાશિથી અનંતગુણ=૧૦૦
અભવ્યથી અનંતગુણ=પ માનવામાં આવે, તો... ૧૦૦ રસાણુવાળા પુદ્ગલના સમૂહની પ્રથમ વર્ગણા થાય છે. ૧૦૧ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજીવર્ગણા થાય છે. ૧૦૨ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે. ૧૦૩ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૧૦૪ રસાણુવાળા પુલના સમૂહની પાંચમીવર્ગણા થાય છે.
એ પાંચે વર્ગણાના સમૂહનું “પ્રથમ રસસ્પદ્ધક” થાય છે. પ્રથમ રસસ્પદ્ધકમાં કુલ ૫૧૦ રસાણ હોય છે.
૧૦૪+૯૬ [સર્વજીવરાશિથી અનંતગુણ]=૨૦૦ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજા સ્પર્તકની પ્રથમવર્ગણા થાય છે. ૨૦૧ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજીવણા થાય છે. ૨૦૨ રસાણુવાળા પુગલના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે. ૨૦૩ રસાણુવાળા યુગલના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૨૦૪ રસાણુવાળા પુદ્ગલના સમૂહની પાંચમીવર્ગણા થાય છે.
એ પાંચે વર્ગણાના સમૂહનું “બીજું રસસ્પદ્ધક” થાય છે. બીજા રસસ્પદ્ધકમાં કુલ ૧૦૧૦ રસાણ હોય છે.