________________
એકજીવની અપેક્ષાએ એકસમયે એક જ રસસ્થાનક બંધાય છે અને ત્રિકાળવત અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકના આકાશપ્રદેશ જેટલા રસસ્થાનકો બંધાય છે તેમાં પ્રથમરસસ્થાનકથી બીજારસસ્થાનકમાં સ્પદ્ધકો વધારે હોય છે તેનાથી ત્રીજારસસ્થાનકમાં સ્પષ્ડકો વધારે હોય છે એ રીતે, છેલ્લા રસસ્થાનક સુધી સમજવું...
અસત્કલ્પનાથી ૫ પદ્ધકોનું કુલ ૭૫૫૦ રસાણુવાળું પ્રથમ રસસ્થાનક બંધાય છે. એ જ રીતે, ૬ સ્પદ્ધકોનું કુલ ૨૫૫૬૦ રસાણુવાળું બીજું રસસ્થાનક બંધાય છે. એ જ રીતે, ૭ સ્પદ્ધકોનું કુલ પ૨૫૭૦ રસાણુવાળું ત્રીજું રસસ્થાનક બંધાય છે. એ રીતે, અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસસ્થાનક બંધાય છે. રસસ્થાનકમાં જીવને રહેવાનો કાળ ચિત્રમાં બતાવ્યા મુજબ ૦રસસ્થાનકથી માંડીને ઉ૦રસસ્થાનક તરફ જતાં.. શરૂઆતના અસંખ્ય રસસ્થાનકોમાં જીવ વધુમાં વધુ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૫ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૬ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૭ સમય રહી પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૮ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૭ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૬ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૫ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૪ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૩ સમય રહી શકે છે. પછીના અસંખ્ય રસસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૨ સમય રહી શકે છે.
એ રીતે, કોઇપણ જીવ પોતાને યોગ્ય રસસ્થાનકમાં ઉત્કૃષ્ટથી ૪, ૫, ૬, ૭, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨ સમય સુધી રહે છે અને જઘન્યથી એક જ સમય રહે છે. એટલે રસસ્થાનકમાં જીવને રહેવાના કાળની અપેક્ષાએ “યવાકૃતિ” થાય છે.
૧૯૪)
ය