________________
સતત અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. તેથી ચારે આયુષ્યનો સતતબંધકાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ઔદારિકશરીરનામકર્મનો સતતબંધકાળઃ
ઔદારિકશરીરનામકર્મ જઘન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમયો છે તેટલા પુદ્ગલપરાવર્તકાળ સુધી સતત બંધાય છે. કારણ કે વ્યવહાર-રાશિમાં આવેલા ત્રસ જીવો ફરીથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો સ્થાવરકાયની સ્વકાયસ્થિતિ અસંખ્યપુદ્ગલપરાવર્ત હોવાથી તે જીવો સ્થાવરકાયમાં ફરી ફરીને અસંખ્યપુદ્ગલપરાવર્તકાળ સુધી જન્મ-મરણ કર્યા કરે છે. ત્યાં તે જીવો ઔશરીરનામકર્મને જ સતત બાંધે છે. વૈશરીર કે આહારકશરીરનામકર્મનો બંધ હોતો નથી. તેથી ઔશરીરનામકર્મનો સતતબંધકાળ અસંખ્યપુદ્ગલપરાવર્ત કહ્યો છે.
શાતાનો સતતબંધકાળ :
શાતાવેદનીય જઘન્યથી એક સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી સતત બંધાય છે. કારણ કે કોઇક પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય ૮વર્ષની ઉંમરે દીક્ષા લઇને નવમા વર્ષે કેવળજ્ઞાન પામે છે. તે જીવ દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી સતત શાતાવેદનીયને જ બાંધે છે. તેથી શાતાનો સતતબંધકાળ દેશોનપૂર્વક્રોડવર્ષ છે.
પરાઘાતાદિ-૧૪ પ્રકૃતિનો સતતબંધકાળ :जलहिसयं पणसीयं परघुस्सासे पणिंदि तसचउगे । बतीसं सुहविहगइ पुमसुभगतिगुच्चचउरंसे ॥६०॥ जलधिशतं पञ्चाशीतिं पराघातोच्छासे पञ्चेन्द्रिये त्रसचतुष्के । द्वात्रिंशत् शुभविहायोगतिपुंसुभगत्रिकोच्चैश्चतुरस्रम् ॥६०॥
(૩૯) જે જીવો અવ્યવહારરાશિમાંથી કચારેય વ્યવહારરાશિમાં આવવાના નથી તે જીવોને ઔશનામકર્મનો સતતબંધકાળ અનાદિ-અનંત છે અને જે જીવો ભવિષ્યમાં ક્યારેક અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં અવશ્ય આવવાના છે તે જીવોને ઔ૦ નામકર્મનો સતતબંધકાળ અનાદિ-સાંત છે.
૧૮૫