________________
ગાથાર્થ :-પરાઘાત, ઉચ્છવાસ, પંચેન્દ્રિય અને ત્રણચતુષ્કનો સતતબંધકાળ ૧૮૫ સાગરોપમ છે. તથા શુભવિહાયોગતિ, પુરુષવેદ, સુભગત્રિક, ઉચ્ચગોત્ર અને સમચતુરટ્યસંસ્થાનનો સતતબંધકાળ ૧૩૨ સાગરોપમ છે.
વિવેચન :- પરાઘાત અને ઉચ્છવાસ જઘન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૮૫ સાગરોપમ સુધી સતત બંધાય છે. કારણ કે ગાથાનં૦૫૬માં કહ્યા મુજબ સાધિક ૧૮૫ સાગરોપમ સુધી દેવનારકો અને મનુષ્યો પર્યાપ્તપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે અને પર્યાપ્તપ્રાયોગ્ય પ્રકૃતિની સાથે જ પરાઘાત અને ઉચ્છવાસ બંધાય છે. તેથી તે બન્ને પ્રકૃતિનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી સાધિક ૧૮૫ સાગરોપમ કહ્યો છે.
પંચેન્દ્રિય અને સચતુષ્ક જઘન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૮૫ સાગરોપમ સુધી નિરંતર બંધાય છે. કારણ કે પંચેન્દ્રિયનું વિરોધી જાતિચતુષ્ક છે. તેથી જ્યાં સુધી જાતિચતુષ્ક ન બંધાય ત્યાં સુધી સતત પંચેન્દ્રિયજાતિ બંધાય છે અને ત્રણચતુષ્કનું વિરોધી સ્થાવરચતુષ્ક છે. તેથી જ્યાં સુધી સ્થાવરચતુષ્ક ન બંધાય ત્યાં સુધી સતત ત્રણચતુષ્ક બંધાય છે. એ નિયમાનુસારે ગાથાનં૦૫૬માં કહ્યા મુજબ સાધિક ૧૮૫ સાગરોપમ સુધી જાતિચતુષ્ક અને સ્થાવરચતુષ્ક બંધાતું ન હોવાથી પંચેન્દ્રિયજાતિ અને ત્રણચતુષ્ક નિરંતર બંધાય છે. તેથી તે પ્રકૃતિનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી સાધિક ૧૮૫ સાગરોપમ કહ્યો છે. શુભવિહાયોગત્યાદિનો સતતબંધકાળ
શુભવિહાયોગતિ વગેરે-૭ પ્રકૃતિ જઘન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ સુધી બંધાય છે. કારણ કે શુભવિહાયોગતિની વિરોધી અશુભવિહાયોગતિ છે. પુરુષવેદની વિરોધી
સ્ત્રીવેદ કે નપુંસકવેદ છે. સુભગત્રિકની વિરોધી દુર્ભગત્રિક છે. ઉચ્ચ ગોત્રની વિરોધી નીચગોત્ર છે. સમચતુરર્સની વિરોધી બાકીના પાંચસંસ્થાન છે. તેથી જ્યાં સુધી અશુભવિહાયોગતિ વગેરે-૭ પ્રકૃતિ ન બંધાય ત્યાં સુધી
"૧૮૬)