________________
શુભ-યશ સ્થાવરદશક)=૪૧ પ્રકૃતિ અધુવબંધી હોવાથી જાન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી સતત બંધાય છે. કારણ કે અંતર્મુહૂર્ત પછી પોતાની વિરોધી બીજી પ્રકૃતિનો બંધ શરૂ થઈ જવાથી પોતાનો બંધ અટકી જાય છે. અથવા પોતાની વિરોધી પ્રકૃતિ ન હોય તો પણ અંતર્મુહૂર્ત પછી પોતાનો બંધ અવશ્ય અટકી જાય છે. તેથી તે દરેક પ્રકૃતિનો સતતબંધકાળ અંતર્મુહૂર્ત જ કહ્યો છે. મનુષ્યદ્ધિકાદિનો સતતબંધકાળ :
જે મનુષ્ય જિનનામકર્મ નિકાચિત કરીને ૩૩ સાગરોપમના આયુષ્યવાળો અનુત્તરદેવ થાય છે. તે સાધિક ૩૩ સાગરોપમ સુધી સતત જિનનામને બાંધે છે અને તે દેવ ૩૩ સાગરોપમ સુધી મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. તેથી મનુષ્યદ્ધિક, ઔદારિક અંગોપાંગ અને વજૂઋષભનારાચસંઘયણનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ કહ્યો છે.
અધ્રુવબંધી ૭૩ પ્રકૃતિમાંથી આયુષ્ય-૪ અને જિનનામનો સતતબંધકાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત છે. બાકીની દરેક પ્રકૃતિનો બંધકાળ જઘન્યથી એક જ સમય છે. જિનનામનો જઘન્યબંધકાળ -
જે મનુષ્ય જિનનામકર્મને નિકાચિત કરીને ઉપશમશ્રેણી માંડે છે. તે ૮મા ગુણઠાણાના છટ્ટાભાગ સુધી સતત જિનનામને બાંધે છે. ત્યારપછી ૮માં ગુણઠાણાના સાતમાભાગથી ૧૧મા ગુણઠાણા સુધી જિનનામનો બંધ હોતો નથી. ત્યાંથી તે જીવ કાલક્ષયે પડીને ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગે આવે છે. ત્યારે જિનનામનો બંધ શરૂ થાય છે. ત્યારપછી અંતર્મુહૂર્તબાદ ફરીથી ઉપશમશ્રેણી માંડીને ૮માં ગુણઠાણાના છટ્ટાભાગના છેલ્લા સમયે આવે છે. ત્યારે જિનનામનો બંધવિચ્છેદ થાય છે. એટલે પહેલીવાર ઉપશમશ્રેણીથી પડતાં આઠમાગુણઠાણાના છટ્ટાભાગે જિનનામનો બંધ શરૂ કરીને બીજીવાર ઉપશમશ્રેણીમાં ચઢતાં ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લા સમયે આવીને જિનનામનો બંધવિચ્છેદ કરે છે. ત્યાં સુધીના અંતર્મુહૂર્તકાળમાં જિનનામનો બંધ નિરંતર ચાલુ રહે છે. એટલે જિનનામનો સતતબંધકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે.
૧૮૮