________________
વિજ્યાદિ-૪ અનુત્તરમાંથી કોઈપણ એક અનુત્તરવિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય છે. પછી ત્યાંથી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ક્ષયોપશમસમ્યકત્વનો ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ જેટલો કાળ પૂર્ણ થયા પછી મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિશ્રદષ્ટિ થઈને ફરીથી ક્ષયોપશમસમ્યત્વ પ્રાપ્ત કરે છે. પછી દેશવિરતિ કે સર્વવિરતિચારિત્રનું પાલન કરીને ૨૨ સાગરોપમના આયુષ્યવાળો અશ્રુતદેવ થાય છે. ત્યાંથી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરીને ફરીથી ૨૨ સાગરોપમના આયુષ્યવાળો અશ્રુતદેવ થાય છે. પછી મનુષ્યમાં ઉત્પન્ન થઈને 'દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરીને ફરીથી ૨૨ સાગરોપમના આયુષ્યવાળો અતદેવ થાય છે. તે જીવ સમ્યગ્દષ્ટિ હોવાથી દેવના દરેક ભવમાં મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે અને મનુષ્યના દરેક ભવમાં દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. એટલે તે જીવને મનુષ્યના ૭ ભવ યુક્ત ૪ પલ્યોપમ સહિત [૩૧૬૬+૬૬=] ૧૬૩ સાગરોપમ સુધી તિર્યંચપ્રાયોગ્ય કે નરકમાયોગ્ય પ્રકૃતિનો બંધ હોતો નથી. ત્યારપછી તે જીવ મિથ્યાત્વે જઇને તિર્યંચપ્રાયોગ્ય કે નરકમાયોગ્ય પ્રકૃતિને બાંધે છે અથવા અબંધક થઈને મોક્ષમાં જાય છે. એટલે સંજ્ઞીપંચેન્દ્રિયની અપેક્ષાએ તિર્યંચત્રિક, નરકત્રિક અને ઉદ્યોતનો અબંધકાળ ઉત્કૃષ્ટથી મનુષ્યના ૭ ભવ યુક્ત ૪ પલ્યોપમસહિત ૧૬૩ સાગરોપમ કહ્યો છે. સ્થાવરાદિ-૯ પ્રકૃતિનો અબંધકાળ :
કોઇક જીવ છઠ્ઠીનરકમાં ૨૨ સાગરોપમના આયુષ્યવાળો નરક થાય છે. તેને ત્યાં ભવનિમિત્તે જ એકેન્દ્રિયપ્રાયોગ્ય કે વિકલેન્દ્રિય પ્રાયોગ્યબંધ હોતો નથી. પછી તે જીવ તે ભવના અંતે સમ્યકત્વ પામે છે અને સમ્યકત્વસહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સમ્યગ્દષ્ટિમનુષ્ય દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. ત્યાંથી તે જીવ ૪ પલ્યોપમના આયુષ્યવાળો સૌધર્મદેવ થાય છે. ત્યાં સમ્યગ્દષ્ટિદેવ મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. પછી તે જીવ ત્યાંથી સમ્યકત્વસહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સંયમનું પાલન કરીને ૩૧સાગરોપમના આયુષ્યવાળો નવમાત્રૈવેયકમાં દેવ થાય છે. ત્યાં અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વથી મિથ્યાત્વે આવે છે. પણ ત્યાં ભવનિમિત્તે જ
* ૧૮૦