________________
ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકતિર્યંચ-મનુષ્યને ૩ પલ્યોપમ સુધી મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક અને પ્રથમસંધયણનો બંધ હોતો નથી. તેથી તે ૬ પ્રકૃતિનો અબંધકાળ ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ છે.
અનુત્તરદેવોને દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક અને આહારકદ્ધિકનો બંધ ૩૩ સાગરોપમ સુધી હોતો નથી. તેથી દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક અને આહારકદ્ધિકનો અબંધકાળ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ છે અને દેવાયુનો અબંધકાળ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે.
કોઇપણ જીવને ઉપશમશ્રેણીમાં ધ્રુવબંધી ૩૧ [પહેલા-૧૨ કષાય, મિથ્યાત્વ, થિણદ્વિત્રિક વિના] પ્રકૃતિનો પોતપોતાના બંધવિચ્છેદસ્થાને બંધવચ્છેદ થયા પછી અબંધક થઇને ૧૧મા ગુણઠાણે ગયા પછી ત્યાંથી કાલક્ષયે પડીને પોતપોતાના બંધવિચ્છેદસ્થાને આવે ત્યાં સુધીના અંતર્મુહૂર્તકાળમાં તે દરેક પ્રકૃતિનો બંધ હોતો નથી. તેથી તે પ્રકૃતિનો અબંધકાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. બાકીની ૨૭ પ્રકૃતિ અવબંધી હોવાથી અંતર્મુહૂર્ત પછી પોતાની વિરોધી પ્રકૃતિનો બંધ શરૂ થઇ જવાથી તે પ્રકૃતિનો બંધ અટકી જાય છે. તેથી તે પ્રકૃતિનો અબંધકાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
-: ઉત્તર પ્રકૃતિનો અબંધકાળ :
પ્રકૃતિનું નામ
જ્ઞાના૦૫, દર્શના૦૬, વેદનીય-૨, સં૦૪, હાસ્યાદિ-૬, પુવેદ, પંચે, તૈશવ, કાશ૦, ૧લું સં૦, વર્ણાદિ-૪, શુભવિહા૦, પ્રત્યેક-૬, ત્રસાદિ-૧૦, અસ્થિર, અશુભ, અયશ, ઉચ્ચગોત્ર, અંતઃ૦૫
થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનં૦૪,
સ્ત્રીવેદ, નપુંવેદ, પસંઘ, પસં૦, અશુભવિહા, દુર્વ્યગત્રિક નીચગોત્ર
અબંધકાળ
૧૮૨
અંતર્મુહૂર્ત...
મનુષ્યભવ સહિત ૧૩૨ સાગરોપમ
(૩૮) વેદનીય - ૨+મોહપ[હાસ્યાદિ-૪, પુવેદ]+નામ-૧૯[પંચે, પ્રથમસંસ્થાન, શુભવિહા, પ્રત્યેક-૩, ત્રસ-૧૦, અસ્થિર, અશુભ, અયશ+ઉચ્ચગોત્ર=૨૭