________________
સ્થાવરચતુષ્ક, હુંડક, આતપ, છેવટ્ઠસંઘયણ, નપુંસક, મિથ્યાત્વ એ-૧૬ પ્રકૃતિ પહેલાગુણઠાણા સુધી જ બંધાય છે અને તિર્યચત્રિક, ઉદ્યોત, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભવિહાયોગતિ, અનંતાનુબંધી-૪, દુર્ભગત્રિક, થીણદ્વિત્રિક, નીચગોત્ર અને સ્ત્રીવેદ એ-૨૫ પ્રકૃતિ બીજાગુણઠાણા સુધી જ બંધાય છે. મિશ્રાદિગુણઠાણે બંધાતી નથી અને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય કે અસંજ્ઞીપંચેન્દ્રિયને પહેલા બે ગુણઠાણા જ હોય છે. મિશ્રાદિગુણઠાણા હોતા નથી. તેથી એકેન્દ્રિયાદિને તિર્યચત્રિકાદિ-૪૧ પ્રકૃતિનો અબંધકાળ[બંધવિરહ] હોતો નથી. એટલે સંજ્ઞીપંચેન્દ્રિયની અપેક્ષાએ તિર્યંચત્રિકાદિ૪૧ પ્રકૃતિનો અબંધકાળ કહ્યો છે. તિર્યંચગત્યાદિ-૭નો અબંધકાળ -
જે જીવ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો યુગલિક તિર્યંચ કે મનુષ્ય થાય છે. તે જીવ ત્યાંથી મરીને દેવલોકમાં ઉત્પન્ન થવાનો હોવાથી ૩૫લ્યોપમ સુધી દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચપ્રાયોગ્ય કે નરકપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો નથી. અને તે જીવ યુગલિકભવના અંતે સમ્યત્વ પામીને સમ્યકત્વસહિત દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય છે. ત્યાં સમ્યગદૃષ્ટિદેવ મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો નથી. પછી તે જીવ ત્યાંથી સમ્યક્ત્વ સહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સમ્યગ્દષ્ટિમનુષ્ય દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. તિર્યંચપ્રાયોગ્ય કે નરકમાયોગ્ય પ્રકૃતિ બાંધતો નથી. પછી તે જીવ સંયમનું પાલન કરીને ૩૧ સાગરોપમના આયુષ્યવાળો નવમા ગ્રેવેયકમાં દેવ થાય છે. ત્યાં અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવે છે પણ રૈવેયકદેવને મરીને મનુષ્યમાં જ ઉત્પન્ન થવાનું હોવાથી તે જીવ ૩૧ સાગરોપમ સુધી મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. પછી તે દેવ છેલ્લે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે. ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરીને સમ્યકત્વસહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
તે સમ્યગ્દષ્ટિમનુષ્ય દીક્ષા લઈને વિજ્યાદિ-૪ અનુત્તરમાંથી કોઈપણ એક અનુત્તરમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય છે. પછી તે દેવ સમ્યકત્વસહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં દીક્ષા લઇને ફરીથી
" ૧૭૯