________________
સુધી નિરંતર આવી શકે છે. પછી તે જીવ અવશ્ય બીજી કોઇ પણ વૃદ્ધિ કે હાનિવાળા યોગસ્થાનકમાં જાય છે. તેથી યોગમાં અસંખ્યગુણવૃદ્ધિ અને અસંખ્ય-ગુણહાનિનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
પર્યાપ્તો જીવ નીચેથી ઉપરના પોતાને યોગ્ય અસંખ્યભાગવૃદ્ધિવાળા યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમય સુધી નિરંતર જઇ શકે છે. પછી તે જીવ અવશ્ય બીજી કોઇપણ વૃદ્ધિ કે હાનિવાળા યોગસ્થાનકમાં જાય છે.
એ જ રીતે, પર્યાપ્તો જીવ ઉપરથી નીચેના પોતાને યોગ્ય અસંખ્યાતભાગહાનિવાળા યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલા સમય સુધી નિરંતર આવી શકે છે. પછી તે જીવ અવશ્ય અન્ય હાનિ કે વૃદ્ધિવાળા યોગસ્થાનકમાં જાય છે. તેથી અસંખ્યાતભાગવૃદ્ધિ અને અસંખ્યાતભાગહાનિનો કાળ ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે.
એ જ, રીતે, બાકીની ૨ પ્રકારની વૃદ્ધિ અને ૨ પ્રકારની હાનિનો કાળ ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે.
ચાર પ્રકારની વૃદ્ધિ કે ચારપ્રકારની હાનિમાંથી કોઇપણ વૃદ્ધિ કે હાનિનો કાળ જઘન્યથી એક અથવા બે સમય છે. ૭ કર્મના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો :
ચિત્રનં૦૯માં બતાવ્યા મુજબ જ્ઞાનાવરણીયાદિ-૭કર્મના જઘન્યસ્થિતિબંધસ્થાનમાં [૮મા ગુણઠાણાના છેલ્લાસમયમાં] સૌથી થોડા=પ [અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ] સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનમાં વિશેષાધિક=૬ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી બે સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનમાં વિશેષાધિક=૭ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે.
એ પ્રમાણે, ચોથા વગેરે સ્થિતિસ્થાનથી માંડીને પોતપોતાના ઉસ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે.
૧૨
૧૭૭