________________
પ્રકૃતિનો રસ ઘટે છે. તેથી અશુભપ્રકૃતિમાં રસની વૃદ્ધિનું કારણ સંક્લેશ છે એટલે સંક્લેશરૂપ અશુભકારણથી જન્મઅશુભપ્રકૃતિનો રસ “અશુભ’’ ગણાય છે અને વિશુદ્ધિ વધે, તો જ્ઞાનાવરણીયાદિ અશુભપ્રકૃતિનો રસ ઘટે છે અને શાતાદિ શુભપ્રકૃતિનો રસવધે છે. તેથી શુભપ્રકૃતિમાં રસની વૃદ્ધિનું કારણ વિશુદ્ધિ છે. એટલે વિશુદ્ધિરૂપ શુભકારણથી જન્ય શુભપ્રકૃતિનો રસ “શુભ” ગણાય છે. એટલે રસબંધ શુભ અને અશુભ કહ્યો છે.
મનુષ્યાયુ, દેવાયુ અને તિર્યંચાયુની ઉ0સ્થિતિ તદ્યોગ્યવિશુદ્ધ અધ્યવસાય રૂપ શુભકારણથી બંધાય છે. તેથી તે આયુષ્યનું ઉસ્થિતિબંધરૂપ કાર્ય શુભ ગણાય છે.
અથવા...
મનુષ્યાયુષ્યાદિ-૩ની સ્થિતિ વધે છે. તેમ રસ પણ વધે છે અને તે રસ સુખનો અનુભવ કરાવે છે. તેથી તે આયુષ્યની સ્થિતિ “શુભ” કહી છે. કર્મબંધ પ્રત્યે માત્ર કષાય જ નહીં, યોગ પણ કારણ છે. તેથી ગ્રન્થકાર ભગવંત જીવસ્થાનોમાં યોગનું અલ્પબહુત્વ કહી રહ્યાં છે. જીવસ્થાનોમાં યોગનું અલ્પબહુત્વઃसुहुमनिगोयाइखणप्पजोग, बायर य विगलअमणमणा । अपज्ज लहु पढमदुगुरु, पज्ज हस्सियरो असंखगुणो ॥ ५३ ॥ सूक्ष्मनिगोदादिक्षणेऽल्पयोगः बादरविकलामनस्कमनस्कस्य । अपर्याप्तस्य लघुः प्रथमद्विकस्य गुरुः पर्याप्तस्य ह्रस्वेतरः असङ्ख्यगुणः ॥ ५३ ॥
ગાથાર્થ :- સૂક્ષ્મનિગોદીયાજીવોને પ્રથમસમયે અલ્પયોગ હોય છે. તેનાથી અપર્યાપ્તબાદર એકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણો હોય છે. તેનાથી અપર્યાપ્ત વિકલેન્દ્રિયત્રિકનો ક્રમશઃ જઘન્યયોગ અસંખ્યગુણો હોય છે. તેનાથી અપર્યાપ્તઅસંશીનો જઘન્યયોગ અસંખ્યગુણો હોય છે. તેનાથી અપર્યાપ્તસંશીનો જઘન્યયોગ અસંખ્યગુણો હોય છે. તેનાથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાજીવનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણો હોય છે.
(३४) अथवा प्रस्तुतायुष्कत्रयस्थितिवृद्धौ रसोऽपि वर्धते स च शुभः सुखजनकत्वात् । રૂત્યતોઽપિ પ્રસ્તુતાયુ સ્થિતે: શુભત્વ,.......સ્વોપજ્ઞટીકા
૧૫૯