________________
જીવસ્વભાવે જ ઘણા વીર્યાણુવાળા જીવપ્રદેશો ઓછા હોય છે. તેથી વર્ગણામાં જેમ જેમ વીર્યાણ વધે છે. તેમ તેમ જીવપ્રદેશ ઘટે છે. સ્પદ્ધક :
જેમાં વર્ગણાઓ એક-એક વર્યાણુની વૃદ્ધિ દ્વારા સ્પર્ધા કરે છે, તે “સ્પદ્ધક” કહેવાય.
ઉપર કહ્યા મુજબ અસંખ્યવર્ગણાનું એક સ્પર્ધ્વક થાય છે. ત્યારપછી પહેલાસ્પદ્ધકની છેલ્લી વર્ગણામાં જેટલા વિર્યાણુ હોય છે. તેનાથી એક વર્યાણ અધિક હોય એવા જીવપ્રદેશો હોતા નથી બે-ત્રણચાર-સંખ્યાત કે અસંખ્યાત વર્યાણ અધિક હોય એવા જીવપ્રદેશો હોતા નથી પરંતુ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા વીર્યાણ અધિક હોય એવા જીવપ્રદેશો હોય છે. તેથી પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણામાં જેટલા વિર્યાણ હોય છે. તેનાથી બીજાસ્પદ્ધકની પહેલી વર્ગણામાં અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા વિર્યાણ અધિક હોય છે. તેથી પહેલા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણામાં રહેલા વિર્યાણુથી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધિક વીર્યાણુવાળા જીવપ્રદેશોના સમૂહની બીજાસ્પદ્ધકની પહેલી વર્ગણા થાય છે. તેનાથી એક અધિકવીર્યાણુવાળા પણ પૂર્વથી થોડા ઓછા જીવપ્રદેશોના સમૂહની બીજાસ્પદ્ધકની બીજીવર્ગણા થાય છે.
એ રીતે, એક-એક અધિક વીર્યાણુવાળી અને પૂર્વથી થોડા ઓછા ઓછા જીવપ્રદેશોના સમૂહવાળી અસંખ્યાતી વર્ગણાનું બીજુસ્પદ્ધક થાય છે.
એ પ્રમાણે, અસંખ્યસ્પકના સમૂહનું પ્રથમ યોગસ્થાનક થાય છે. યોગસ્થાનક - - કોઇપણ સયોગી જીવના દરેક આત્મપ્રદેશોમાં એક જ સમયે ઉત્પન્ન થતાં વીર્યવ્યાપારને “યોગસ્થાનક” કહે છે. એટલે એક યોગસ્થાનમાં એક જીવના એક સમયના વીર્યવ્યાપારનો સમાવેશ થાય છે. અસત્કલ્પનાથી એકજીવના અસંખ્યઆત્મપ્રદેશો ૫૦૦૦ આ૦,૦ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા વિર્યાણુ=૧૦૦000 વિર્યાણુ
અસંખ્યત્રપ વિશેષહીન =ર માનવામાં આવે, તો.