________________
તેનાથી પર્યાપ્તા બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યામા તેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા અસંશીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યામા સંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી અનુત્તરવાસી દેવોનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી ત્રૈવેયકદેવોનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી યુગલિક તિર્યંચ-મનુષ્યનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી આહારકશરીરીનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી બાકી રહેલા દેવ-નારકો-તિર્યંચ-મનુષ્યોનો ઉયોગ અસંખ્યગુણ છે.
અહીં પૂર્વપૂર્વના યોગસ્થાનકને સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ગુણાકાર કરતાં પછી પછીના યોગસ્થાનકનું પ્રમાણ આવે છે.
કોઇપણ જીવ જયોગથી જઘન્યપ્રદેશબંધ અને જધન્યસ્થિતિબંધ કરે છે. જેમ યોગ વધે છે. તેમ પ્રદેશબંધ અને સ્થિતિબંધ પણ વધે છે. જીવસ્થાનોમાં સ્થિતિસ્થાનોનું અલ્પબહુત્વ ઃ
અપર્યાપ્તાસૂક્ષ્મએકેન્દ્રિયને સ્થિતિસ્થાનો સૌથી ઓછા હોય છે. કારણકે પૂર્વે કહ્યા મુજબ એકેન્દ્રિયને કર્મપ્રકૃતિના જસ્થિતિબંધ અને ઉ૦સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું જ અંતર હોય છે. તેમાં પણ અપર્યાપ્તાસૂક્ષ્મએકેન્દ્રિયને કર્મપ્રકૃતિના જસ્થિતિબંધ અને ઉટસ્થિતિબંધ વચ્ચેનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સૌથી નાનો હોય છે.
(૩૬) અમળાળુત્તરોવિ....... II ૬૬ ॥ [કર્મપ્રકૃતિમાં બંધનકરણ તત: પર્યાપ્ત સંચુષ્ટયોગાવનુત્તરોપપતિનામુપૃષ્ટો યોનોસંધ્યેયઃશુળ: ।[સ્વોપજ્ઞટીકા]
( 39 ) जघन्ययोगी जघन्यकर्मप्रदेशग्रहणं जघन्यस्थितिं च विदधाति,
યોવૃદ્ધૌ ષ તવૃદ્ધિપીતિ સ્થિતમિતિ । [સ્વોપજ્ઞટીકા]
૧૬૭